NEWS

ખુશી કપૂરે સર્જરી કરાવીને બદલ્યો લુક? એક્ટ્રેસનાં આ ખુલાસાથી ફેન્સ થઇ ગયા હેરાન

Image Source : INSTAGRAM Bollywood News: બોની કપૂર અને દિવગંત અભિનેત્રી શ્રીદેવીની નાના દીકરી ખુશી કપૂર ગયા વર્ષે નેટફ્લિક્સની ધ આર્ચીસથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું. ડેબ્યુ પછી ખુશી કપૂર કોઇને કોઇ વાતે સતત ચર્ચામાં બની રહે છે. ધ આર્ચીજ પછી હાલમાં ખુશીની પાસે અનેક પ્રોજેક્ટ છે, પરંતુ ખુશી કપૂરે એની ફિલ્મો કરતાં હાલમાં વધારે એનાં લુકને લઇને સતત ચર્ચામાં છે. અનંત-રાધિકાનાં લગ્નમાં ખુશી શાનદાર લુક્સમાં જોવા મળી હતી. હવે ખુશીએ એનાં એક સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં છે જેમાં એનાં મસ્ત લુકની સાથે એવો ખુલાસો કર્યો છે જેનાં કારણે ફેન્સ હેરાન થઇ ગયા છે. આ પણ વાંચો: ક્રિકેટરનો દીકરો છે આ એક્ટર, બાળપણની તસવીર થઇ રહી છે વાયરલ ખુશી કપૂરે હાલમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મોમાં એન્ટ્રી લેતાં પહેલાં એને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની વાત સ્વીકારી. ખુશીએ આ વિષય પર ચુપ્પી તોડતા ખુલાસો કર્યો કે એને નાકની સર્જરી કરાવી છે. એક્ટ્રેસે જણાવ્યું કે, ખુશી કપૂર લાઇમલાઇટમાં આવતાં પહેલાં લિપ ફિલર્સ કરાવ્યા હતા અને નોઝ જોબ કરાવી હતી. આ ખુલાસા પછી ખુશી ચર્ચામાં આવી છે. આ પણ વાંચો: Son of Sardar 2 થી વિજય રાજ બહાર, સ્પોટ બોય પર લાગ્યા યૌન શોષણનો આરોપ એનાં લુક્સ પર ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર ત્યારે ખુલાસો કર્યો જ્યારે એક યુઝરે એનાં જૂનાં વીડિયો પર રિએક્ટ કર્યું, જેમાં એ બાળપણમાં એની માતાની સાથે એક ઇવેન્ટમાં શામેલ થઇ હતી. આ વીડિયો સામે આવ્યા પછી ખુશીનાં બદલાયેલાં લુક્સ પર ચર્ચા શરૂ થઇ ગઇ. વીડિયોમાં કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ઇમાનદારીથી કહું તો ખુશી બિલકુલ એવી જ દેખાય છે જેવી એ પહેલાં દેખાતી હતી. બસ ખુશીને જોઇને એવું લાગી રહ્યું છે કે, એને એનું વજન ઓછુ કરી દીધું છે. આ વીડિયો પર ખુશી કપૂરે રિએક્શન આપતાં એનાં લુકને લઇને હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે. આ જવાબમાં ખુશીએ લિપ ફિલર અને નાકની સર્જરી કરવાની વાતનો સ્વીકાર કર્યો અને જવાબ આપ્યો કે, લિપ ફિલર અને નોઝ સર્જરી હાહાહા. ખુશી એનાં લુક્સને લઇને હંમેશા ટ્રોર્લ્સનાં નિશાના પર રહી છે. આટલું જ નહીં, ધ આર્ચીજમાં એની એક્ટિંગને લઇને બોની કપૂરની નાની દીકરીને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.