NEWS

Hacks: વધારે વરસાદના કારણે ખરાબ થઇ રહ્યાં છે ફૂલવાળા છોડ? ગુલાબ-જાસુદની માટીને સુકી રાખવા કરો આ કામ

Gardening tips Gardening: કોઇપણ છોડને સારી રીતે ઉછેરવા માટે તેને યોગ્ય માત્રા પાણી આપવું ખૂબ જરૂરી છે, પરંતુ ચોમાસાની સિઝનમાં મોટાભાગના લોકોની એક જ સમસ્યા હોય છે કે તેમના છોડ ખૂબ વધારે ભીના રહે છે, જેના કારણે છોડના મૂળ સળવા લાગે છે. ઓવર વોટરિંગની સીધી અસર છોડના મૂળ પર પડે છે અને તેના કારણે તે સપ્તાહની અંદર જ સળી જાય છે. છોડને હેલ્ધી રાખવા માટે માત્ર પાણી આપવું જ જરૂરી નથી. ચોમાસામાં વધારે પાણી જવાથી છોડ ડૂબવા લાગે છે. જ્યારે તેની માટી સૂકાવા લાગે ત્યારે છોડને પાણી આપવાનો યોગ્ય સમય છે. જો છોડની માટી સૂકાતી નથી અને ભીની જ રહે છે અને તમે તેમાં સતત પાણી નાખ્યા કરો છો, તો ઓવર વોટરિંગની સમસ્યાના કારણે પાંદડાઓનો રંગ પીળો થવા લાગે છે અને ધીમે ધીમે છોડ સૂકાઈ જાય છે. તેથી આ સમસ્યાના નિવારણ માટે શું કરવું તે અમે તમને જણાવીશું. ઓવર વોટરિંગ બંધ કરો જો તમારા પ્લાન્ટને પહેલાથી જ ઘણું પાણી મળી રહ્યું છે, તો તેમાં વધારાનું પાણી ન નાંખો. જ્યારે માટી સૂકી દેખાય ત્યારે જ પાણી આપો. જો જમીન ખૂબ ભીની હોય, તો શક્ય છે કે છોડના મૂળ હવાના સંપર્કમાં નથી આવી રહ્યા. છોડના મૂળને થોડી હવાની જરૂર હોય છે. તેથી જ નવી ગુલાબના છોડ વધારે વરસાદ દરમિયાન યોગ્ય રીતે ઉછરી શકતા નથી અને સૂકાઈ જાય છે. આ પણ વાંચો: વજન નથી ઉતરતું? હાડકાં પણ થઇ રહ્યાં છે કમજોર, આ 2 વસ્તુઓનું એકસાથે કરો સેવન, સ્વાસ્થ્યને થશે 5 મોટા લાભ! સ્પોન્જની મદદથી દૂર કરો પાણી જો અતિશય વરસાદને કારણે છોડની માટી ખૂબ ભીની થઈ ગઈ હોય, તો તમે મૂળની નજીક સ્પોન્જ મૂકી શકો છો. સ્પોન્જ વધારાનું પાણી શોષવાનું કામ કરશે. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આમ ન કરો અન્યથા સ્પોન્જ વરસાદના પાણીને શોષી લેશે અને છોડની માટીને વધુ ભેજવાળી બનાવી દેશે. વરસાદ બંધ થયા પછી, છોડના મૂળ પાસે સ્પોન્જ મૂકો. જ્યારે સ્પોન્જ ભીનું લાગવા લાગે, ત્યારે તેને બદલી દો અથવા કાઢી નાંખો. માટીને ઉપરથી ખોદી લો છોડની ઉપરની માટીને ખોદી લો. માટી જામી ગઇ હોવાથી છોડના મૂળને હવા મળતી નથી. તેથી છોડને શ્વાસ આપવા માટે માટીને ઉપરથી ખોદી નાખો. આમ કરતી સમયે છોડના મૂળને નુક્શાન ન થાય તેનું ધ્યાન રાખો. ડ્રેનેજ વધારી દો તમે કુંડામાં વધારે કાણા પાડી શકો છે, જેથી છોડના મૂળને હવા મળી શકે. ઘણી વખત માટીથી ડ્રેનેજ હોલ ઢંકાઇ જવાથી છોડની આસપાસ વધારાનું પાણી ભરાઇ રહે છે. તેથી છોડને હવા આપવા માટે વધારે હોલ કરી શકો છો, પરંતુ કુંડુ તૂટે નહીં તેનું ધ્યાન રાખો. આ પણ વાંચો : Hair Growth: રાતે સૂતા પહેલા આ એક પીળી વસ્તુથી કરો માથાની ચંપી, ઘાસ જેવા વાળ પણ થઇ જશે સિલ્કી-સોફ્ટ વધારે સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો છોડ તમારે છોડને એવી જગ્યાએ રાખવા જોઇએ જ્યાં તેને વધારે હવા અને સૂર્યપ્રકાશ મળી રહે. વધારે સનલાઇટ મળવાથી છોડનો ગ્રોથ થાય છે, તેથી તેને વધારે પાણીની જરૂર પડે છે. એવામાં કુંડામાં રહેલું પાણી આપમેળે શોષાઇ જશે. જો છોડમાં ઓવર વોટરિંગ થઇ ગયું હોય તો તેમાં ખાતર નાખવાની ભૂલ ન કરો. જો વધારે પડતું ખાતર નાખવામાં આવે તો છોડ બળવા લાગે છે. છોડને તેની વર્તમાન સ્થિતિમાંથી રિકવર થવા માટે ઓછામાં ઓછા 10 દિવસ આપો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.