NEWS

આ મશીન ચહેરાને સ્કેન કરીને 5 મિનિટમાં જ આપી દેશે રિપોર્ટ, UV સ્પોટની માહિતી મેળવી શકાશે

વધતા પ્રદૂષણ અને બદલાતા વાતાવરણની સીધી અસર સૌથી પહેલા સ્કિન પર જોવા મળે છે અમદાવાદ: વિશ્વમાં વધતા પ્રદૂષણ અને બદલાતા વાતાવરણની સીધી અસર સ્કિન પર પડતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ફેસ સ્કિનને લગતી સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય બની ગઈ છે. ત્યારે આ ફેસ સ્કિનને લગતી તમામ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે ફેસ સ્કિન એનાલિસિસ મશીન દ્વારા યોગ્ય ટેસ્ટ કરી સારવાર કરવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. તેમજ સંભવિત સમસ્યામાંથી રાહત મળે છે. ફેસ સ્કિન એનાલિસિસ મશીન શું છે? ફેસ સ્કિન એનાલિસિસ મશીનએ વ્યક્તિના ફેસ સ્કિનના લેયરની યોગ્ય તપાસ કરી સ્કિનને ડેમેજ થતી બચાવવામાં મદદ કરે છે. આનાથી ફેસ સ્કિનને લગતી કેટલીક સમસ્યાઓ જેવી કે છિદ્રો, કરચલીઓ પડવી, વૃદ્ધત્વ, લચીલાપણું, ભેજનું સ્તર, ત્વચાનો રંગ, સીબમ (તૈલીય પદાર્થ), પોર્ફિરિન, રેડનેસ, ચમકદાર, લાઈટ સ્પોટ, UV સ્પોટ વગેરેની વિસ્તૃત માહિતી મેળવી શકાય છે. આ માટે ફોકસ્કિન મશીન દ્વારા એન્ટિ એજિંગ સોલ્યુશન માટે ચાર એલઇડી લાઇટ સ્ત્રોતોનો ઉપયોગ કરીને ચહેરાનું ચોક્કસ પૃથ્થકરણ કરવામાં આવે છે. જેનાથી માત્ર સુપરફિસિયલ લેયર જ નહીં પરંતુ ત્વચાની નીચેના સ્તરોની પણ ચકાસણી કરવામાં મદદરૂપ થાય છે. આ મશીન દ્વારા કરવામાં આવતી ચકાસણીનો મુખ્ય હેતુ વ્યક્તિના ચહેરાને લગતી કોઈપણ સમસ્યાને શરૂઆતમાં પારખીને જરૂરી સોલ્યુશન પ્રદાન કરવાનો છે. આ અંગે બેરિયાટ્રિક, GI અને રોબોટિક સર્જન ડૉ. મહેન્દ્રભાઈ નરવરિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આજકાલ લોકોમાં ચહેરાને લગતી કેટલીક સમસ્યાઓ જેવી કે ખીલ થવા, કરચલીઓ પડવી, ડાઘા પડવા, ફોલ્લીઓ થવી, ચામડી લાલ થઈ જવી, ચામડી શુષ્ક બની જવી, સ્કિન ઓઈલી થઈ જવી જેવી અનેક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આને અટકાવવા માટે ડોક્ટર દ્વારા ઘણી દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિને મર્યાદિત સમય માટે રાહત આપે છે.” “પરંતુ જો ફેસ સ્કિનની મશીન દ્વારા યોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવે તો તેનું સચોટ નિદાન દ્વારા વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સ્થિત ફેસ સ્કિન એનાલિસિસ મશીન દ્વારા વ્યક્તિનો ફેસ સ્કેન કરી યોગ્ય સ્કિન કેર અને એન્ટી એજિંગ સોલ્યુશન માટેની વિસ્તૃત માહિતી મેળવી શકાય છે. જો કે આ રિપોર્ટની પ્રક્રિયા માત્ર 2 થી 5 મિનિટમાં પૂર્ણ કરી શકાય તેટલી ઝડપી હોય છે. વધુમાં આ રિપોર્ટ હાલ સંસ્થા દ્વારા રાહત દરે કરવામાં આવે છે.” શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.