NEWS

કેન્સરની સારવાર વચ્ચે હિના ખાને મનાયો જશ્ન, માતાએ દીકરી માટે કરી પ્રાર્થના, બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ

(Image Source: Instagram@realhinakhan) Hina khan latest News: હિના ખાન આ સમયમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. હિના ખાનનાં ફેન્સ અને નજીકનાં મિત્રો એક્ટ્રેસ માટે દુઆ કરી રહ્યાં છે. હિના ખાનને સ્ટેજ 3 સ્તન કેન્સરની સારવાર ચાલી રહી છે. જો કે આ વચ્ચે એક્ટ્રેસે મનમોહક વીડિયો શેર કર્યો છે. હિના ખાન વીડિયો શેર કરીને જિંદગીનાં દરેક પળનો આનંદ કેવી રીતે લેવો જોઇએ એ વિશે જણાવતી હોય છે. વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. જો કે એક્ટ્રેસે એની તકલીફોને માતાનાં જન્મદિવસ પર હાવી ના થવા દીધી અને મસ્ત અંદાજમાં જશ્ન મનાવ્યો. હિના ખાન દર વર્ષે માતાનાં બર્થડે પર ભવ્ય રીતે સેલિબ્રેટ કરતી હતી. જો કે આ વખતે સાધારણ રીતે બર્થડે સેલિબ્રેટ કરી. આ પણ વાંચો: સાઉથની આ હોરર ફિલ્મ બનાવવામાં લાગ્યાં 6 વર્ષ, ક્લાઇમેક્સ જોતાંની સાથે થથરી જશો હિના ખાને એનાં સેલિબ્રેશનનો એક વીડિયો કોલાજ શેર કર્યો છે. હિના ખાનની માતા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં હિના ખાનની માતાએ એક્ટ્રેસ જલદી સાજી થઇ જાય એ માટે દુઆ કરી છે. હિનાએ ઠીક થયા પછી નેકસ્ટ જન્મદિવસ પર એક ભવ્ય સેલિબ્રેશનનું વચન આપ્યું છે. હિના ખાનની માતા કહે છે કે, આ વખતે મારી ઇચ્છા છે કે, હિના આગામી વર્ષે આ સમય સુધી બિલકુલ ઠીક થઇ જાય. પછી અમે ખૂબ જશ્ન મનાવીશું. હું દિલથી હિના ખાન જલદી ઠીક થઇ જાય એ માટે પ્રાર્થના કરું છું. વીડિયોમાં હિનાની માતા મીણબત્તીને ફૂંક મારતી અને કેક કટ કરતી જોવા મળી રહી છે. ટેબલનાં ફૂલોથી મસ્ત સજાવટ કરી છે અને બેકગ્રાઉન્ડમાં એક મોટો ગુલદસ્તો જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસે પ્રેમભરી પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘મા તમારા સારાં સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા આયુષ્ય માટે કામનાં કરું છું. આમીન. આ પણ વાંચો: કોણ છે કરણ જોહરની જુડવા બાળકોની માતા? સોશિયલ મિડીયા પર ઉઠ્યા અનેક સવાલ, ડાયરેક્ટરે આ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો આમ, વાત કરવામાં આવે તો હિના ખાન ફેન્સને હંમેશા એની હેલ્થ અપડેટ શેર કરતી રહેતી હોય છે. હિના ખાન જ્યારે કોઇ તસવીર કે વીડિયો પોસ્ટ કરે ત્યારે એ થોડા સમયમાં જ સોશિયલ મિડીયામાં છવાઇ જાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.