NEWS

તાવ કે માથાના દુઃખાવામાં કેટલા સમય પછી દવા લેવી જોઈએ? જાણો શું છે સાચી રીત

જ્યારે તાવ કે માથામાં દુ:ખાવો થાય ત્યારે આપણે તરત દવા લેવાનું વિચારીએ છીએ. જેથી ઝડપથી આરામ મળી જાય, પરંતુ દવા લેવાનો યોગ્ય સમય અને રીત જાણવી જરૂરી છે. દવા લેવાનો ખોટો સમય તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તાવ અને માથાનો દુઃખાવો બંને સામાન્ય બાબત છે, પરંતુ આ માટે દવા લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તાવ કે માથાના દુઃખાવાના કેટલા સમય પછી દવા લેવી જોઈએ? જ્યારે તાવ કે માથાનો દુઃખાવો હોય તો એ સમજવું જરૂરી છે કે, દવા ક્યારે લેવી જોઈએ. હંમેશા આપણે કળતર કે તાવ શરૂ થાય તો તરત દવા લેવાનું વિચારીએ છીએ. પરંતુ તેની યોગ્ય રીત શું છે? આવો જાણીએ. આ પણ વાંચો : શું ખરેખર ગરમ પાણી પીવાથી વજન ઉતરે છે? હકીકત જાણી તમે પણ હેરાન થઈ જશો, તમે પણ આજથી જ કરશો આ કામ તાવ આવે તો ક્યારે દવા લેવી? તાવ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે. જેથી તે સંક્રમણ સામે લડી શકે. આ માટે તાવ ઓછો હોય તો તરત દવા લેવી જરૂરી નથી. જો તાવ 100°F થી ઓછો હોય અને કોઈ ગંભીર લક્ષણો જણાતા ન હોય તો આરામ કરો, ખૂબ પાણી પીઓ અને શરીરને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરો. પરંતુ જો તાવ 100°F થી વધુ હોય કે તમને ઠંડી ચડે, નબળાઈ લાગે કે અન્ય કોઈ ગંભીર લક્ષણ જણાય, તો તમે પેરાસિટામોલ જેવી દવા લઈ શકો છો. દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. માથામાં દુઃખાવો થાય તો ક્યારે દવા લેવી? માથામાં દુઃખાવાના ઘણા કારણો હોય છે. જેમ કે, ડિહાઇડ્રેશન, આંખોનો થાક કે આધાશીશી. જો હળવો માથાનો દુઃખાવો હોય તો તરત દવા લેવાની જરૂર નથી, આરામ કરો. પહેલા તપાસી લો કે માથાના દુઃખાનું કારણ શું છે. જો માથામાં દુઃખાવો વધુ હોય અને તમને ચેન ન પડે તો પેનકિલર જેમ કે પેરાસિટામોલ કે આઇબુપ્રોફેન લઈ શકો છો. હંમેશા જમીને જ દવા લેવી જેથી પેટ પર તેની ઓછી અસર થાય. જો વારંવાર માથાનો દુઃખાવો થાય તો ડોક્ટરની સલાહ લો. દવા લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ડોક્ટરની સલાહ: કોઈપણ દવા લેતા પહેલા, ખાસ કરીને જો સમસ્યા વારંવાર હોય તો, ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોઝનું ધ્યાન રાખો: દવાની યોગ્ય માત્રાનું ધ્યાન રાખો. વધુ દવાઓ લેવી જોખમી સાબિત થઈ શકે છે. જમ્યા પછી જ દવા લેવી: મોટાભાગની પેનકિલર અને તાવની દવાઓ જમ્યા પછી લેવી જોઈએ. જેથી પેટ પર તેની ઓછી અસર થાય. સમયગાળો: જો એકથી વધુ વાર દવા લેવાની હોય તો, યોગ્ય સમયગાળાનું ધ્યાન રાખો. તાવ કે માથાના દુઃખાવા જેવી સમસ્યા સામાન્ય છે. પરંતુ દવા લેવાનો યોગ્ય સમય અને રીત જાણવી જરૂરી છે. હંમેસા શરીરના સંકેતોને સમજો અને કારણ વગર દવાઓ લેવાથી બચો. જો સ્થિતિ ખરાબ થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.