NEWS

લોકમેળામાં જાવ તો રાખજો આ બાબતોનું ધ્યાન, નહીંતર બીમારીઓ બનશે મહેમાન

બનાસકાંઠા: ભારત દેશમાં અલગ અલગ તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ તહેવાર પણ આવે છે. જેથી જુદા જુદા તીર્થસ્થળોએ અનેક લોકમેળાનું પણ આયોજન થતું હોય છે. લોકો મોટી સંખ્યામાં લોકમેળામાં ફરવા જતા હોય છે. પરંતુ લોકમેળામાં ફરવા જતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકમેળામાં જતી વખતે ધ્યાન રાખવાની બાબતો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ ચૌધરીએ લોકલ18ને જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણની સાથોસાથ દિવસે ગરમી અને સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેથી મચ્છર અને માખીઓનું પ્રમાણ વધુ થવાથી અલગ અલગ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયમાં જે લોકમેળા યોજાય છે. તેમાં જતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકમેળામાં કોણે ન જવું જોઈએ ચોમાસા દરમિયાન સંસર્ગજન્ય રોગો ફેલાતા હોય છે. જેમાં તાવ, શરદી-ખાંસી જેવા શ્વાસથી ફેલાતા રોગો અને ચામડીના રોગોનો સમાવેશ થાય છે. તેથી આવી સમસ્યા હોય તો લોકમેળામાં જવાનું ટાળવું જોઈએ. તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધઓને લોકમેળા જેવી ભીડવાળી જગ્યાએ મોકલવા જોઈએ નહી. શ્વાસની તકલીફવાળી વ્યક્તિ જો મેળામાં જાયે તો તેણે મોઢે માસ્ક રાખવું જોઈએ. ચેપી રોગથી પિડીત વ્યક્તિએ અન્ય લોકોથી 1થી 2 ફૂટ અંતર રાખવું જોઈએ. જો શક્ય હોય તો આવા લોકોએ તો લોકમેળામાં જવાનું ટાળવું જોઈએ. ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે, અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે. આ રોગ નાના બાળકોમા વધારે થાયે છે. તો આવા મેળામાં નાના બાળકોએ તેમજ સગર્ભા બહેનો તેમજ વૃદ્ધ લોકોએ આવા મેળાવડામાં જવું ટાળવું જોઈએ. તાજેતરમાં રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં રાખી આવી ભીડ વાળી જગ્યાએ ખાસ તકેદારી રાખવી જોઈએ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.