NEWS

‘સ્ત્રી 2’ મુવીએ 500 કરોડનો આંકડો કર્યો પાર, દર્શકોમાં જોવા મળી રહ્યો છે ભારે ક્રેઝ

Image Source : X Stree 2 Movie: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાની ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં ફિલ્મ એક પછી એક નવાં રેકોર્ડ બનાવી રહી છે. અમર કૌશિક નિર્દેશિત હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ ‘સ્ત્રી 2’ એ દુનિયાભરમાં 500 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 500 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરીને નવો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. આ ખુશખબરી નિર્માતાઓએ રવિવારનાં રોજ સોશિયલ મિડીયામાં શેર કરી છે. મેડોક ફિલ્મસનાં દિનશ વિજાન દ્રારા નિર્મિત હિન્દી હોરર કોમેડી ફિલ્મ 2018ની સ્ત્રીની સિક્વલ છે. આ પણ વાંચો: સાઉથની આ હોરર ફિલ્મ બનાવવામાં લાગ્યાં 6 વર્ષ, ક્લાઇમેક્સ જોતાંની સાથે થથરી જશો ‘સ્ત્રી 2’ નાં મેકર્સે પોસ્ટ શેર કરતાં લખ્યું કે ‘સ્ત્રી 2’ એ 11 દિવસોમાં ઇતિહાસ રચી દીધો છે. શનિવારનાં રોજ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. તમારો નિરંતર પ્રેમ અને સપોર્ટ માટે બધાનો ધન્યવાદ. ફિલ્મ જોવા માટે તમારી ટિકિટ બુક કરી લો. મેડોક ફિલ્મ્સ અનુસાર ફિલ્મએ ભારતમાં 426 કરોડ રૂપિયા અને વિદેશમાં 78.5 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી લીધો છે. આમ, મુવીએ કુલ 505 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પણ વાંચો: સલમાન ખાન ઐશ્વર્યા રાયને વારંવાર કરી રહ્યો હતો સ્પર્શ, પછી ડાયરેક્ટરે આપ્યો હતો ઠપકો નિર્માતાઓએ જણાવ્યું કે, ‘સ્ત્રી 2’ નું ઘરેલું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 361 કરોડ રૂપિયા રહ્યું છે. 15 ઓગસ્ટનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર નિખિલ અડવાણીની વેદા અને મુદસ્સર અલીઝની ખેલથી થઇ છે. પરંતુ બોક્સ ઓફિસ ‘સ્ત્રી 2’ એ સૌથી વધારે કમાણી કરી છે. નીરેન ભટ્ટ દ્રારા લિખિતનો આ જલવો આજે પણ સિનેમાઘરોમાં જોવા મળી રહ્યો છે. સ્ત્રી 2નાં દરેક સીન્સને ખાસ બનાવવા માટે ટીમને ચેતવણી મળ્યા પછી પણ સુમસામ જગ્યા પર ફિલ્મ બનાવવા માટે નિર્ણય કર્યો હતો. આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભોપાલ અને મધ્યપ્રદેશનાં ચંદેરીમાં થયુ છે. સ્ત્રી 2 માં જે ખંડેર જોવા મળ્યુ હતુ એ મધ્ય પ્રદેશનાં ભોપાલ શહેરનો છે. સ્ત્રી 2 મુવીનાં સૌથી ડરામણાં સીન્સ ચંદેરી ફોર્ટ, 150 વર્ષ જૂની તાજમહલ હવેલી, કટી ઘાટી, રાજા રાની મહેલ અને જોગેશ્વરી મંદિરમાં થયુ હતુ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.