NEWS

કામની વાત: સાપ દેખાય તો છંછેડવાની ભૂલ ન કરતાં, નહીંતર સીધા હોસ્પિટલ પહોંચી જશો; ગભરાવાના બદલે આટલું કરો

સાપ દેખાય તો છંછેડશો નહીં, પેનિક થવાની જગ્યાએ કરો આ 10 કામ Snake: સાપ સામે આવે તો ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં જે પણ સાપ છે તેમાંથી માત્ર અમુક જ ઝેરી છે? ઝેરી સાપ માણસને કરડે તો જ જીવલેણ સાબિત થઈ શકે છે. સાપ ત્યારે જ આક્રમક થાય છે જ્યારે કોઈ તેને છંછેડશે અથવા ઉશ્કેરે છે. ચોમાસું હોય કે અન્ય સિઝન હોય સાપ ફક્ત તેના ખોરાક, રિપ્રોડક્શન અને સ્વ-બચાવ માટે જ્યાં ત્યાં ભટકે છે. ઘણી વખત તે માણસોને નુકસાન પહોંચાડ્યા વિના ચુપચાપ ચાલ્યા જાય છે. આવી સ્થિતિમાં જો તમને સાપ દેખાય તો પણ ડરવાની જરૂર નથી. પરંતુ તમારે અહીં જણાવેલી બાબતોને સમજદારી અને બુદ્ધિપૂર્વક અનુસરવી જોઈએ. ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો શું કરવું? -ઇન્ડિયા ટુડેમાં છપાયેલ એક અહેવાલ અનુસાર, તમારે જાતે સાપ પકડવાની ભૂલ ન કરવી જોઇએ. આ કામ સાપ પડકનારા એક્સપર્ટનું છે, તેને જ કરવા દો. જાતે આ કામ કરશો તો ઝેરી સાપ હશે તો તમે જીવ પણ ગુમાવી શકો છો. જો તમે સાપને ખોટી રીતે ઉશ્કેરશો તો ડંખ મારવાનું જોખમ વધી શકે છે. જે તમારા જીવ માટે ખતરનાક અથવા ઘાતક પણ હોઈ શકે છે. જો તમારા ઘરની નજીક કોઈ હોસ્પિટલ નથી અથવા કોઈ સાપ પકડનાર નિષ્ણાત નથી, તો કોઈપણ પ્રકારની ભૂલ ન કરો. જો સાપ ઝેરી હોય તો તમારું મોત પણ થઇ શકે છે. આ પણ વાંચો: કામની વાત: હળદરના બદલે પીળો પાવડર તો નથી લઇ આવ્યા ને? આ દેશી જુગાડથી ઓળખો અસલી છે કે નકલી -ચોમાસા દરમિયાન સાપ બહાર આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. તેઓ ખોરાક માટે દેડકાની શોધમાં બહાર આવે છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરની આસપાસ પાર્ક, જંગલો, નદીઓ, તળાવો, વૃક્ષો અને છોડ હોય તો તમારે ઘરની બહાર માત્ર બુટ-ચંપલ પહેરીને જ જવું જોઈએ, જેથી તમારા પગ આકસ્મિક રીતે સાપ પર ન પડી જાય. -ઘણી વખત ઉંદરોની શોધમાં સાપ કાટમાળના ઢગલા, જૂની ઈમારતોમાં તિરાડો, જર્જરિત દિવાલો વગેરે નીચે સંતાઈ જાય છે, જેથી તેઓ ઉંદરોને જોઈને તેનો શિકાર કરી શકે. આવી સ્થિતિમાં તમારા ઘરની આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો. તમારા ઘરની આસપાસ જેટલા ઓછા ઉંદરો, દેડકા, ખિસકોલી, નાના પક્ષીઓ હશે તેટલા ઓછા સાપ તમારા ઘરની આસપાસ ભટકશે. -જો તમે ઘરની બહાર કે અંદર ક્યાંય પણ સાપ જુઓ તો ગભરાશો નહીં અને શાંત રહો. સાપની બહુ નજીક ન જાવ. જો તમે તેને મારવાનો, પકડવાનો કે નુકસાન કરવાનો પ્રયાસ કરશો, તો તમે તમારા જીવને જોખમમાં મૂકશો. -એક વાત યાદ રાખો કે સાપ તમને કરડવા નહીં, પરંતુ ખોરાકની શોધમાં બહાર રખડે છે. તે પોતાનું પેટ ભરવા માટે કે રહેવવા માટે શોધમાં હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તે એવા સ્થળોએ જોવા મળે છે જ્યાં માણસો રહે છે. જો તમને સાપ દેખાય તો તરત જ વાઇલ્ડલાઇફ એસઓએસ અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરો. - તમે ઝડપથી ફોટો અને વિડિયો લઈ શકો છો. તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નંબર પર મોકલો. તમારું સરનામું, GPS લોકેશન શેર કરો જેથી તેઓ ઝડપથી તમારા ઘરે પહોંચી શકે. -સાપને બાહ્ય કાન હોતા નથી, તેથી તે તમને સાંભળી શકતા નથી. જો તમારા ઘરમાં ક્યાંક સાપ છુપાયેલો હોય તો ચુપચાપ ત્યાંથી નીકળી જાવ. બધી બારીઓ અને દરવાજા બંધ કરો. આ રેસ્ક્યુ ટીમને સાપને શોધવામાં અને તેને સુરક્ષિત રીતે જંગલમાં લઈ જવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં, બચાવ ટીમના આવવાની રાહ જોવી વધુ સારું રહેશે. બધાને કહેશો નહીં, નહીં તો ભીડના કારણે અવાજ થશે અને સાપ સાવધાન થઈ જશે. -જો ઘરના ગાર્ડન એરિયા, પાર્કમાં સાપ જુઓ તો પણ શાંત રહો. તમારા બાળકો, પાલતુ પ્રાણીઓને ઘરની અંદર લઈ જાઓ. જો સાપ ખૂબ નજીક છે, તો ધીમે ધીમે પાછળ જવાનો પ્રયાસ કરો. અચાનક મોટો અવાજ કે હલનચલન કરવાનું ટાળો નહીંતર સાપ ચોંકી જશે. -ઘણી વાર એવું બને છે કે તમે ઘરની બારી પાસે બેઠા હોવ અને અચાનક તમને ઘરની બહાર સાપ રખડતો દેખાય. આવી સ્થિતિમાં તેની ગતિવિધિઓ પર નજર રાખો. તે શું કરી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે તે જોતા રહો. શક્ય છે કે તે બગીચામાં વૃક્ષો, છોડ અને ઊંચા ઘાસની વચ્ચે છુપાઈ જાય. જો તમે તેના પર નજર રાખશો, તો તેને પકડવામાં સરળતા રહેશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.