NEWS

ઘોડા જેવી તાકાત અને ચિત્તા જેવી સ્ફૂર્તિ માટે પલાળીને ખાવ આ 2 વસ્તુ, મહિનામાં જ નબળુ શરીર લોખંડ જેવુ મજબૂત થઇ જશે

super foods Healthy Food: આજના સમયમાં ઘણા લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. મોટાભાગના લોકો બેઠાડુ જીવન જીવવા લાગ્યા છે. જેના કારણે તેમને થાક લાગવો, શરીરમાં નબળાઇ લાગવી, થોડું જ કામ કરવામાં ઘૂંટણનો દુખાવો થવો, હાડકાં નબળા પડી જવા, શરીરમાં લોહીની ઉનો જેવી સમસ્યાઓ થવા લાગી છે. પરિણામે આરામ કરવાની સુવાની જ ઈચ્છા થવા લાગે છે. જો તમને પણ આવું જ થઇ રહ્યું હોય, તો તમારે તમારા આહારમાં બદામ અને ચણાનો સમાવેશ કરવો જોઈએ. પલાળેલી બદામ અને ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ બંને વસ્તુને પલાળીને ખાવાથી વધુ લાભ થાય છે, કારણ કે તેને પલાળવાથી તેના પોષક તત્વો વધી જાય છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન શિખા અગ્રવાલ શર્મા અનુસાર, બદામ અને ચણામાં આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન જેવા જરૂરી પોષકતત્વો મળી આવે છે. ત્યારે અહીં જાણીશું કે તેનું સેવન કરવાથી શરીરને કયા કયા લાભ થાય છે. પલાળેલી બદામ ખાવાના ફાયદા - બદામમાં પ્રોટીન અને હેલ્ધી ફેટની સારી માત્રા હોવાના કારણે તે શરીરને એનર્જી પૂરી પાડે છે. - બદામમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હૃદય રોગના જોખમને ઘટાડે છે. આ પણ વાંચો: Diabetes: બ્લડ સુગર બહુ હાઇ રહે છે? રોજ પીવા લાગો આ ખાસ ચા, દવા વિના ડાયાબિટીસ કાબુમાં આવી જશે - બદામમાં રહેલું વિટામિન ઇ અને એન્ટીઓક્સીડેન્ટ મગજની કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. - બદામમાં હાજર ફાઈબરથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. - બદામમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. પલાળેલા ચણા ખાવાના ફાયદા - ચણામાં રહેલું ફાઈબર પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે. - ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેથી ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે. - ચણામાં રહેલું કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે. - ચણામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામ અને ચણા એકસાથે ખાવાના ફાયદા - પલાળેલી બદામ અને ચણા બંને પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે, આ બંને શરીરને સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે. આ પણ વાંચો : Gulab Jamun: સોજીમાંથી ફટાફટ બનાવો સુપર સોફ્ટ, સ્પંજી અને ટેસ્ટી ગુલાબ જાંબુ, જોતા જ મોઢામાં પાણી આવી જશે - પલાળેલી બદામ અને ચણા શરીરને લાંબા સમય સુધી એનર્જી પૂરી પાડવાનું કરવાનું કામ કરે છે. - ચણા અને બદામ ફાઇબરથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. - પલાળેલી બદામ અને ચણા પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આ રીતે કરો બદામ અને ચણાનું સેવન રાત્રે ચણા અને બદામને સૂતાં પહેલાં પાણીમાં પલાળી દો. સવારે તેમની છાલ ઉતારીને તેને ખાલી પેટ ખાઓ. તમે તેને દહીં, સલાડ કે અન્ય ખોરાકમાં મિક્સ કરીને ખાઈ શકો છો. પરંતુ તેને જરૂરથી વધારે ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.