NEWS

શ્રીદેવીનાં પ્રેમમાં પાગલ હતાં આ સુપરસ્ટાર, એકસાથે કરી હતી 19 ફિલ્મો, એક અપશુકન થયા પછી ના કર્યો પ્રેમનો ઇઝહાર

એકસાથે 19 ફિલ્મો કરી Bollywood News: શ્રીદેવીની ફિલ્મી કરિયર જે મુકામ પર રહી છે એમ એનાં અફેર્સની ચર્ચા પણ અનેક રીતે થતી રહે છે. શ્રીદેવીને ચાહનારો વર્ગ ઓછુ નથી. ફિલ્મી દુનિયા હોય કે પછી ફિલ્મી દુનિયાની બહાર…શ્રીદેવી હંમેશા લોકોનાં દિલમાં રાજ કરે છે. ભલે શ્રીદેવી આ દુનિયામાં ના હોય તેમ છતાં આજે પણ લોકો એક્ટ્રેસને યાદ કરતાં હોય છે. શ્રીદેવીને ચાહનારા લોકો બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી હતા. આ સાથે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં પણ હતા. શ્રીદેવીએ અનેક ફિલ્મ સ્ટાર્સની સાથે કામ કર્યું છે. કેટલાંક ફિલ્મ સ્ટાર્સ તો એવાં પણ છે જેની સાથે શ્રીદેવીએ એક નહીં, પરંતુ અનેક ફિલ્મો કરી છે. આમ, એક ફિલ્મ સ્ટાર હતા જે ઉંમરમાં થોડા મોટા હતા પરંતુ શ્રીદેવીનાં દીવાના બની ગયા હતા. આ પણ વાંચો: આ વેબ સિરીઝ રાત્રે જોશો તો ડરી જશો, ખૌફનાક મંજર જોઇને પરસેવો છૂટી જશે આ ફિલ્મ સ્ટાર છે રજનીકાંત. રજનીકાંતને હવે લોકો દુનિયાનાં થલાઇવા કહેવા લાગ્યા છે. શ્રીદેવી અને રજનીકાંતે એકસાથે લગભગ 19 ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવી જ્યારે 13 વર્ષની હતી ત્યારે એ રજનીકાંતની માતાની ભૂમિકા અદા કરી ચુકી હતી. આ પણ વાંચો: ભૂલથી પણ રાત્રે ના જોતાં આ હોરર થ્રિલર વેબ સીરિઝ, ખૌફનાક મંજર જોઇને છૂટી જશે પરસેવો ફિલ્મ મૂંદરુ મુદિચુમાં રજનીકાંત શ્રીદેવી કરતા 13 વર્ષ મોટા હતા તેમ છતાં એમને શ્રીદેવી સાથે પ્રેમ થઇ ગયો હતો. ઉંમરનો ગેપ વધારે હોવાને કારણે અનેકવાર રજનીકાંતે એમના માટે બહુ પ્રોટેક્ટિવ થઇ જતા હતા. બન્નેમાં દોસ્તી પણ બહુ સારી હતી, જેને રજનીકાંત જલદી લગ્નમાં બદલવા ઇચ્છતા હતા. રજનીકાંતનાં સાથી બાલચંદર અનુસાર જ્યારે શ્રીદેવી 16 વર્ષની હતી ત્યારે રજનીકાંતએ એમનાં સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે એમની માતા સાથે વાત કરવા પણ તૈયાર હતા. આટલું જ નહીં રજનીકાંતે શ્રીદેવીનાં ઘરે થતાં ગૃહ પ્રવેશને પસંદ કર્યો હતો. રજનીકાંત અને કે બાલચંદર ગૃહ પ્રવેશનાં દિવસે શ્રીદેવીનાં ઘરે ગયા પણ હતા, પરંતુ એ સમયે વિજળી ગઇ. આમ, આ વાતને રજનીકાંતે અપશુકન માની અને પછી કોઇપણ પ્રકારની વાત કર્યાં વગર ત્યાંથી નીકળી ગયા. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.