NEWS

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે કન્ફર્મ કર્યું બ્રેકઅપ! ઇવેન્ટમાં જે બન્યું તે જોઈને ફેન્સને લાગ્યો મોટો ઝટકો

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી નોખા પડી ગયા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી તેમના બ્રેકઅપની અફવાઓ વચ્ચે બંનેનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે હવે બંને વચ્ચે બધુ ખતમ થઈ ગયું છે. તેમના બ્રેકઅપની માહિતી વચ્ચે, બંનેએ પહેલીવાર એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમના છૂટા પડવાની ભનક લાગી ગઈ. એટલું જ નહીં, આ આખા ઈવેન્ટ દરમિયાન બંને એકબીજાને ઈગ્નોર કરતા જોવા મળ્યા હતા. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે હજુ સુધી તેમના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી નથી. પરંતુ તેમના વણસી રહેલા સંબંધોની ખબરો વચ્ચે બંને સતત ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને હિન્ટ આપે છે કે, બંને વચ્ચે કંઈક તો ગડબડ છે. હાલમાં જ મલાઈકા અને અર્જુને દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં બંનેની દૂરી સાફ નજરે પડતી હતી. આ પણ વાંચો: હવે ટપૂ સેનામાં નવો ગોલી જોવા મળશે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વધું એક એક્ટરે શો છોડી દીધો ઈવેન્ટમાં મલાઈકા અને અર્જુન એકબીજાથી દૂર બેઠા પાપારાઝી વાયરલ ભાયાનીએ એક વીડિયો શેર કર્યો છે, જે બાદ મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. પહેલા બંને કોઈ પણ ઈવેન્ટમાં સાથે પહોંચતા અને સાથે બેસતા, પરંતુ આ વખતનો નજારો અલગ હતો. બંને એકબીજા સાથે નહિ પણ થોડા અંતરે બેસતા અને ક્યારેક એકબીજાની ઇગ્નોર કરતા પણ દેખાયા હતા. જે આ વીડિયોમાં સાફ રીતે દેખાય છે. ભીડમાં મલાઈકાએ અર્જુનને કર્યું ઈગ્નોર વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ફેન અર્જુન સાથે સેલ્ફી લઈ રહ્યો છે. ત્યારે મલાઈકા પાછળથી પસાર થાય છે. અર્જુન તેને ભીડથી બચાવવાની કોશિશ કરે છે, પરંતુ મલ્લા એક્ટરની સામે પણ જોતી નથી. વીડિયો જોયા બાદ ફેન્સે વિશ્વાસ આવ્યો આ વીડિયો સામે આવ્યા બાદ હવે ફેન્સે માનવું પડ્યું કે તેમના બ્રેકઅપના સમાચાર કન્ફર્મ છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો માની રહ્યા છે કે વાતચીતનો અભાવ અને તેમની વચ્ચે સ્પષ્ટ અંતર બ્રેકઅપની હિન્ટ આપે છે. જો કે, તે જાણવા નથી મળ્યું કે, કપલ એકસાથે ઇવેન્ટમાંથી બહાર નીકળ્યું હતું કે પછી ઇવેન્ટમાં તેમની કોઈ વાતચીત થઈ છે. એક યુઝરે કમેન્ટ કરી કે, લાગી રહ્યું છે બંને વચ્ચે બધું ખતમ થઈ ગયું છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આનો અર્થ એ છે કે તેમનું પહેલાથી બ્રેકઅપ થઈ ગયું છે.’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.