NEWS

ઇંડા-ચિકન કરતાં પણ પાવરફુલ છે આ સફેદ વસ્તુ! માત્ર 100 ગ્રામ સેવન કરવાથી મળશે અઢળક પોષક તત્ત્વો, જાણો 5 મોટા ફાયદા

ઇંડા-ચીકન કરતાં પણ પાવરફુલ છે આ સફેદ વસ્તુ! Soybean: આજના સમયની સૌથી મોટી મૂડી છે સ્વસ્થ શરીર. જેના માટે શરીરમાં વિટામીન અને પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ તત્વની ઉણપના કારણે શરીરમાં ગંભીર બીમારીઓ ઘર કરવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો ઘણી મોંઘી દવાઓનું સેવન કરે છે. પરંતુ તે દવાઓ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જો તમે ઇચ્છો તો કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરી શકો છો. સોયાબીન પણ આમાંથી એક છે. જી હાં, તેનું સેવન કરવાથી શરીરમાં લગભગ તમામ જરૂરી તત્વો પૂરા પાડી શકાય છે, જેના કારણે શરીરને રોગોથી પણ બચાવી શકાય છે. હવે સવાલ એ છે કે સોયાબીનના બીજનું સેવન કરવાથી કયા રોગો મટી શકે છે? ચાલો જાણીએ- વેબએમડીના રીપોર્ટ અનુસાર, સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આ બીજમાંથી મળતા પોષક તત્વો આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ પણ વાંચો: Curd: ઘરે બજાર જેવું ઘટ્ટ દહીં નથી જામતું? તપેલીની અંદર આ વસ્તુ લગાવશો તો જરાંય પાણી નહીં વળે, જાણી લો સિક્રેટ સોયાબીનના સેવનથી થતા 5 મોટા ફાયદાઓ પાચન તંત્ર રહેશે સ્વસ્થ- રીપોર્ટ અનુસાર, સોયાબીન ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જણાવી દઇએ કે, એક કપ સોયાબીનમાં લગભગ 10 ગ્રામ ફાઇબર હોય છે, એવામાં તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત અને સ્વસ્થ રહે છે. હાડકાઓને કરશે મજબૂત- શાકાહારી લોકો માટે પ્રોટીન મેળવવા માટે સોયાબીન એક સારો ઓપ્શન છે. સોયાબીનમાં તમામ આવશ્યક અમીનો એસિડ હોય છે. આ અમીનો એસિડ તમારી માંસપેશિઓ અને હાડકાઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે- સોયાબીનને ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં વધી રહેલું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે. રીપોર્ટ અનુસાર, સોયાબીન બોડીમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને 4થી 6 ટકા ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ પણ વાંચો: કામની વાત: ખાલી એક રૂપિયામાં ચકાચક ચમકી જશે ગંદો ધૂળવાળો પંખો, રક્ષાબંધન પહેલા આ રીતે કરો સફાઇ લોહીનું સર્ક્યુલેશન સુધારશે- શરીરમાં લોહીનું પરીભ્રમણ યોગ્ય રીતે થવું ખૂબ જ જરૂરી છે. તેવામાં સોયાબીનને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જણાવી દઇએ કે, સોયાબીનમાં લગભગ 9 મિલીગ્રામ આયર્ન હોય છે. આયર્નનો ઉપયોગ લોહીને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં થાય છે. હ્યદયને રાખશે સ્વસ્થ – સોયાબીનને ડાયટમાં સામેલ કરવાથી હાર્ટ હેલ્થને ખૂબ જ લાભ થાય છે. સાથે જ હાર્ટમાં રક્ત સંચારને યોગ્ય કરે છે. જોકે, તમારે તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાગ ચોક્કસ લેવી જોઇએ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.