NEWS

‘મૈંને પ્યાર કિયા’ નાં શૂટિંગ દરમિયાન કેમ રડી પડ્યો હતો સલમાન ખાન? કારણ જાણીને તમને પણ લાગશે નવાઇ

Image Source : INSTAGRAM Bollywood News: સલમાન ખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ 35 વર્ષ પછી સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઇ રહી છે. વર્ષ 1989માં આવેલી આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ સાથે છપ્પરફાડ કમાણી કરી હતી. આટલું જ નહીં આ મુવીનાં સ્ટાર કાસ્ટથી લઇને ગીતો પણ આજે ફેન્સ વચ્ચે છવાયેલાં છે. આજે પણ ‘મૈંને પ્યાર કિયા’ નાં સોન્ગ લોકોને સાંભળવા ગમતાં હોય છે. આ પણ વાંચો: કેન્સરની સારવાર વચ્ચે હિના ખાને મનાયો જશ્ન, માતાએ દીકરી માટે કરી પ્રાર્થના, બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ આ વચ્ચે સલમાન ખાનનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન શૂટિંગ સાથે જોડાયેલી કેટલીક ખૂબસુરત પળોને યાદ કરી છે. જો કે આ વાત દરેક લોકોને ખ્યાલ હશે કે કેવી રીતે ભાગ્યશ્રી સેટ પર રડી રહી હતી. પરંતુ શું તમે જાણો છો સલમાન ખાન પણ સેટ પર રડી પડ્યો હતો? તો જાણો આ વાતને લઇને સલમાને ખાને શું ખુલાસો કર્યો. હેલો! ઇન્ડો અરેબિયાની સાથે એક જૂની વાતચીતમાં સલમાને જણાવ્યું હતુ કે ‘મૈંને પ્યાર કિયા’ નાં ફેમસ ગીત કબૂતર જા જાનાં શૂટિંગ દરમિયાન એની આંખોમાં આસું આવી ગયા હતા. સલમાને આગળ જણાવ્યું હતુ કે, હું લગભગ 18 વર્ષનો હતો અને કબૂતર જા જા સોન્ગનું શૂટિંગ મારા માટે ત્યારે યાદગાર બની ગયુ જ્યારે મને અચાનક એ વાતની જાણ થઇ કે, આ માટે મને સિલેક્ટ કર્યો છે. સલમાને શેર કર્યું કે કે, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, ‘મને આટલી મોટી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે. પહેલીવાર એવું બન્યું હતુ જ્યારે મને લાગ્યું કે હું આ કરી શકું છું અને મારી આંખોમાં આસું આવી ગયા હતા.’ આ પણ વાંચો: કોણ છે કરણ જોહરનાં જુડવા બાળકોની માતા? સોશિયલ મિડીયામાં ઉઠ્યા અનેક સવાલ આમ, બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે સલમાન ખાનની પહેલી ફિલ્મ બીવી હો તો એસી જે 1988માં રિલીઝ થઇ હતી. મૈંને પ્યાર કિયાથી એને નેમ ફેમ મળ્યું હતું. અનેક ઓડિશન આપ્યા પછી રાજશ્રીએ મૈંને પ્યાર કિયા માટે સલમાન ખાનની પસંદગી કરી હતી જે ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.