NEWS

શ્રીલંકાએ પાકિસ્તાનને કર્યું ઘરભેગું, ફાઈનલમાં રમવાનું સપનું રોળાયું, ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે ફાઈનલ મેચ

શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો નવી દિલ્હી : મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવી ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી તો બીજી બાજુ શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 4 વિકેટ પર 140 રન બનાવ્યા હતા. યજમાન શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં આ ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂએ શાનદાર ફિફ્ટી નોંધાવી હતી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂએ ટોસ જીતીને સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે પહેલા બોલિંગ પસંદ કરી હતી. ઓપનર ગુલ ફિરોઝા અને મુનીબા અલીએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 50 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિરોજા 25 રન બનાવીને આઉટ થઈ જ્યારે મુનીબાએ 37 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનને ઉદેશિકા પ્રબોધનીએ આઉટ કરી હતી. પાકિસ્તાનની કેપ્ટન નિદા ડાર 23 રનની ઇનિંગ રમી આઉટ થઈ હતી. તે સિવાય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. 4 વિકેટના નુકસાને પાકિસ્તાને 140 રનનો સ્કોર બનાવ્યો હતો. આ પણ વાંચો : શ્રીલંકામાં લાગેશે લાંબા લાંબા છગ્ગા…! ગૌતમ ગંભીરે બનાવી ગજબની રણનીતિ રોમાંચક મુકાબલામાં શ્રીલંકાની જીત ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પહેલી જ ઓવરમાં વિશ્મી ગુણરત્નેના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. સાદિયા ઇકબાલે તેને ત્રીજા બોલમાં આઉટ કરી હતી. ત્યારબાદ જ્યારે ટીમનો સ્કોર 19 રન હતો ત્યારે હર્ષિતા સમરવિક્રમાને ઓમૈમા સોહેલે આઉટ કરી હતી. શ્રીલંકાની કેપ્ટન ચમારીએ એક છેડો સંભાળી રાખ્યો હતો અને પોતાની ફિફ્ટી પૂરી કરી. 48 બોલ પર 63 રન બનાવીને તે આઉટ થઈ અને મેચમાં વળાંક આવ્યો. એક સમયે એવું લાગી રહ્યું હતુ કે પાકિસ્તાન મેચ જીતી જશે, પણ અનુષ્કા સંજીવનીએ મેચમાં ટીમને જીત અપાવી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.