NEWS

VIDEO: 'એ મારી દીકરી નથી...' ઐશ્વર્યા સાથે પોતાના સંબંધોને લઇને જયા બચ્ચન આ શું બોલી ગયા! જણાવ્યું દીકરી-વહુ વચ્ચેનું અંતર

જયા બચ્ચને ઐશ્વર્યાને દીકરી માનવાથી કરી દીધો ઇનકાર નવી દિલ્હી. જયા બચ્ચન (Jaya Bachchan) પોતાના જમાનાની ફેમસ એક્ટ્રેસ રહી છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે પોતાની વાત સ્પષ્ટતાથી કહેવા માટે જાણીતી છે. આજકાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જે ઘણા વર્ષો જૂનો છે. આ વીડિયોમાં તે પોતાની દીકરી અને પુત્રવધૂ વચ્ચે ફરક સમજાવી રહી છે. સાથે જ તે સાસુ તરીકે પોતાની ભૂમિકાને લઇને પણ ખુલીને ચર્ચા કરે છે. આ વીડિયોમાં તે ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલા સાથે ખાસ વાતચીત કરતી જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર dystopiacape દ્વારા શેર કરેલા આ વીડિયોમાં જ્યારે તેને પૂછવામાં આવે છે કે શું તે અભિષેક બચ્ચન સાથે લગ્ન બાદ ઐશ્વર્યા સાથે સ્ટ્રિક્ટ હતી, તો તેના પર જયાએ ધીરેથી જવાબ આપ્યો. તેણે કહ્યું, સ્ટ્રિક્ટ? તે મારી દીકરી નથી! તે મારી પુત્રવધૂ છે. મારે તેની સાથે શા કારણે સ્ટ્રિક્ટ થવું જોઇએ? મને વિશ્વાસ છે કે તેની માએ તેની સાથે આવું કર્યુ હશે.' આ પણ વાંચો: રાતોરાત સ્ટાર બની હતી સની દેઓલની હિરોઇન, 17 વર્ષ મોટા ડાયરેક્ટરને પરણ્યા બાદ એક્ટિંગ છોડી, વર્ષો બાદ માગી રહી છે કામ જયા બચ્ચને પોતાના વિચારોને વિગતવાર જણાવતા કહ્યું કે, ‘દીકરી અને પુત્રવધૂમાં ફરક હોય છે, તમે જાણો છો. મારો અર્થ છે કે, મને નથી લાગતું કે તમારે તમારા માતા-પિતાનું સન્માન કરવાની જરૂર નથી. એક દીકરી રૂપે તમે તમારા માતા-પિતાને હળવાશથી લો છો. તમારા સાસરિયા સાથે તમે આવું નથી કરી શકતાં.’ સાથે જ જયાએ તે પણ સ્વીકાર્યુ કે, સમય સાથે સંબંધો વિકસિત થઇ શકે છે. તેણે કહ્યું કે, ‘અને પછી વસ્તુઓ બદલાઇ જાય છે કારણ કે આજે હું ભાદુરી કરતાં વધારે બચ્ચન હોવાનું અનુભવું છું.’ આ કથન બચ્ચન પરિવાર સાથે તેમના વધતા જોડાણને દર્શાવે છે. તે દર્શાવે છે કે સમય પસાર થવાની સાથે ઐશ્વર્યા સાથે તેમના સંબંધો વધુ ગાઢ બની શકે છે. જણાવી દઇએ કે, આજકાલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છુટાછેડાની અફવાએ જોર પકડ્યું છે. આ પણ વાંચો: નતાશાને છોડ્યા બાદ હાર્દિક પંડ્યાને ફરી થયો પ્રેમ! આ વિદેશી હસીનાને કરી રહ્યો છે ડેટ, આ રીતે ખુલી ગઇ પોલ હાલમાં જ અભિષેકે આ અફવાઓ પર પોતાની વાત રજૂ કરી અને કહ્યું, ‘મારે આ બધા (ડિવોર્સ) વિશે કંઇ કહેવું નથી. દુ:ખદ છે કે બધી વસ્તુઓ મર્યાદાની બહાર છે. હું જાણું છું કે લોકો આવું કેમ કરી રહ્યાં છે. લોકોએ કેટલિક સ્ટોરીઝ ફાઇલ કરવાની છે. કોઇ વાંધો નહીં. અમે સેલેબ્રિટીઝ છીએ, અમે આ બધું સમજી શકીએ છીએ.’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.