NEWS

કોણ છે કરણ જોહરની જુડવા બાળકોની માતા? સોશિયલ મિડીયા પર ઉઠ્યા અનેક સવાલ, ડાયરેક્ટરે આ વિશે કર્યાં ચોંકાવનારા ખુલાસા

વર્ષ 2017 માં સરોગેસીથી બે બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. Bollywood News: કરણ જોહર સોશિયલ મિડીયામાં સામાન્ય રીતે છવાયેલો રહેતો હોય છે. આ દિવસોમાં ફેન્સ માટે દીકરા યશ અને દીકરી રૂહીને લઇને અપડેટ શેર કરતો રહેતો હોય છે. જો કે લેટેસ્ટમાં દીકરી રૂહીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એ એનાં ફોનમાં સિરીનું સોન્ગ ગાવા માટે કહી રહ્યો છે. આ વીડિયોમાં કેઝોની દીકરી બહુ સારી રીતે ફોનનો કમાન્ડ કરતી જોવા મળી રહી છે. આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર સરકટાનો આતંક, દુનિયાભરમાં ‘સ્ત્રી 2’ એ કરી જોરદાર કમાણી ડાયરેક્ટરની દીકરીનો આ વીડિયો અનેક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ સાથે બોલિવૂડ સિતારાઓએ પણ અનેક કોમેન્ટસ કરીને વખાણ કરી રહ્યાં છે. એક્ટ્રેસ નીલમ કોઠારી, આયુષ્માન ખુરાન, સબા પટૌડીએ આ સ્ટારકિડ પર પ્રેમ વરસાવ્યો છે. જો કે આ બધાની વચ્ચે એક ફેને કોમેન્ટમાં સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. કરણ જોહરની દીકરી રૂહીનાં આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું કે, રૂહીની માતા કોણ છે? પ્લીઝ કોઇ મને જણાવો, હું બહુ કન્ફ્યૂઝ છો. આ કોમેન્ટ પર રિપ્લાય કરતાં કરણ જોહરે લખ્યું કે, ‘હું છું હું. તમારી આ ચિંતા વિશે હું ચિંતિત છું. આમાટે હું તમારા સવાલનો જવાબ આપી રહ્યો છું.’ આ પણ વાંચો: સાઉથની આ હોરર ફિલ્મ બનાવવામાં લાગ્યાં 6 વર્ષ, ક્લાઇમેક્સ જોતાંની સાથે થથરી જશો આમ, તમને જણાવી દઇએ કે કરણ જોહરે વર્ષ 2017માં યશ અને રૂહી નું સ્વાગત કર્યું હતું. એ સરોગેસી દ્રારા જુડવા બાળકોનાં પિતા બન્યા હતા. કરણ જોહરની માતા હીરુ જોહર યશ અને રુહીની સંભાળ રાખી રહી છે. રાખીનાં તહેવાર પર કરણ જોહરે બન્ને ભાઇ-બહેનોની મસ્ત તસવીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કરણ જોહરે ‘કભી અલવિદા ના કહેના’ ફિલ્મને 18 વર્ષ પૂરા થતાં એક BTS વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં દરેક સ્ટારકાસ્ટ એકબીજાની સાથે મસ્તી કરતાં જોવા મળ્યાં હતા. કરણે શેર કરેલો આ વીડિયો દર્શકોને ખૂબ પસંદ પડ્યો હતો. આટલું જ નહીં આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. જો કે આજે પણ દર્શકો આ ફિલ્મને જોવાનું પસંદ કરતા હોય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.