NEWS

Cough: છાતીમાં જમા જૂનામાં જૂનો કફ એક ઝાટકે બહાર કાઢશે આ પાન, ઉધરસની છે દેશી દવા, આ રીતે કરો સેવન

cough home remedies Cough Home Remedies: આપણને જ્યારે શરદી કે ખાંસી થાય ત્યારે સામાન્ય રીતે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને ખાઈ લઈએ છીએ. પરંતુ તે દવાઓની ઘણી સાઈડઈફેક્ટ્સ હોય છે. તો ઘણી વખતે કફ સંપૂર્ણપણે સાફ નથી થઇ શકતો. ત્યારે જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો તમારે તેની માટે દવા કરવાની જરૂર નથી. આ માટે તમે નાગરવેલના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો. છાતીનો કફ દૂર કરશે આ દેશી દવા શરદી અને ખાંસી બદલાતા વાતાવરણમાં જલ્દી થાય છે. જેના કારણે આપણી છાતીમાં કફ જમા થાય છે. કેટલાક લોકોને લાંબા સમય સુધી કફની સમસ્યા રહે છે. જેના કારણે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને વારંવાર ઉધરસ આવે છે. ડૉ. નીતિશા ગુપ્તાના જણાવ્યા અનુસાર, પાનના પાંદડામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ પાનનો ઉપયોગ કરવાથી માત્ર 3 દિવસમાં જ છાતીમાંથી જૂનો કફ દૂર થઇ શકે છે. પાનમાં હોય છે કફનાશક ગુણધર્મો પાનમાં એન્ટિફંગલ ગુણ પણ જોવા મળે છે, જેના કારણે તેને કફનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે. પણના ઉપયોગથી છાતીમાં રહેલી ગંદકી સાફ કરવામાં મદદ મળે છે. આ પણ વાંચો: પાવડર બનાવીને ખાવ કે જ્યુસ પીવો, શરીર માટે હીરા કરતાં પાવરફુલ છે આ પાન, આસપાસ પણ નહીં ભટકે બીમારીઓ આ રીતે કરો પાનનો ઉપયોગ પાનને ધોયા બાદ તેને સારી રીતે ક્રશ કરીને તેનો રસ કાઢો. હવે થોડું પાણી લઇને તેમાં આ પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે ઉકાળી લો. કેવી રીતે કરવું તેનું સેવન? - પાનની પેસ્ટને ઉકાળ્યા બાદ તેને સારી રીતે ગાળી લો. - હવે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં તેનું એક ચમચી પાણી લો. આવી રીતે પાનનું સેવન કરવાથી એક જ વખતમાં તમને કફની સમસ્યામાં ઘણી રાહત મળી શકે છે. ડૉક્ટરે જણાવ્યું કે, આ ઘરેલું ઉપાય એટલો અસરકારક છે કે દર્દીને એક જ વખત આ પાન આપવાથી અડધી રાહત થઈ જાય છે. બાળકોને પણ મળે છે રાહત જો એક વર્ષથી નાના બાળકની છાતીમાં પણ કફ જમા થઇ ગયો હોય તો તમે પાનની મદદથી તેને દૂર કરી શકો છો. આ માટે સરસવનું તેલ લઈને બાળકની છાતી પર લગાવો. હવે પાનને તવા પર રાખીને ગરમ કરો અને બાળકની છાતી પર આખી રાત રાખી મુકો. આવું 3-4 વખત કરવાથી છાતીમાં જમા કફ નીકળી જશે. આ પણ વાંચો: કામની વાત: ખાલી એક રૂપિયામાં ચકાચક ચમકી જશે ગંદો ધૂળવાળો પંખો, રક્ષાબંધન પહેલા આ રીતે કરો સફાઇ બે વર્ષના બાળકને પણ આવી સમસ્યા થાય તો પાનના પાંદડા લઈને તેને ક્રશ કરી લો અને તેમાં બે નાની ઈલાયચી ક્રશ કરીને મિક્સ કરી દો. હવે તેમાં મધ ઉમેરીને આ મિશ્રણને બાળકોને પીવડાવી દો. આ પેસ્ટનું સેવન 2-3 દિવસ કરવાથી બાળકોની છાતીમાં અને ગળામાં રહેલો કફ સરળતાથી દૂર થઇ જશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.