NEWS

Paris Olympics India’s July 27 Schedule: ભારત આજે ઓલિમ્પિકમાં વિવિધ રમતો રમશે, શૂટિંગમાં જીતી શકે છે પહેલો મેડલ

પેરિસ ઓલિમ્પિકઃ આજની ભારતની મેચો ખેલ મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થયો છે. પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે શનિવારે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી, બેડમિન્ટન, ટેનિસ, બોક્સિંગ, ટેબલ ટેનિસ જેવી સ્પર્ધા કરતા જોવા મળશે. જો કે ઉદઘાટન સમારોહ પહેલા જ પેરિસમાં ઘણી સ્પોર્ટ્સ મેચો શરૂ થઈ ગઈ છે, પરંતુ ઓપનિંગ સેરેમની બાદ શનિવારે પ્રથમ દિવસની મેચો રમાશે. ભારતીય ટીમ દિવસની શરૂઆત શૂટિંગથી કરશે. સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવન, અર્જુન બબુતા/રમિતા જિંદાલ 10 મીટર મિશ્રિત ટીમ ક્વોલિફિકેશનમાં પ્રવેશ કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યાથી રમાશે. અર્જુન સિંહ ચીમા અને સરબજોત સિંહ 10 મીટર એર પિસ્તોલ મેન્સ ક્વોલિફિકેશનમાં બપોરે 2 વાગ્યાથી શૂટિંગ રેન્જમાં પ્રવેશ કરશે. મનુ ભાકર અને રિધમ સાંગવાન સાંજે 4:00 વાગ્યાથી 10 મીટર એર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશનમાં પોતાનું નસીબ અજમાવતા જોવા મળશે. લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ્સના ગ્રુપ મેચમાં ગ્વાટેમાલાના કેવિન કોર્ડન સામે ટકરાશે. આ મેચ સાંજે 7:10 વાગ્યાથી રમાશે, જ્યારે મેન્સ ડબલ્સ ગ્રૂપ મેચમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિરુદ્ધ ફ્રાન્સના લુકાસ કોર્વે અને રોનન લેબરની જોડી રાત્રે 8 વાગ્યાથી ટકરાશે. મહિલા ડબલ્સ ગ્રુપ મેચમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોનો મુકાબલો કોરિયાની કિમ સો યોંગ અને કોંગ હી યોંગની જોડી સામે થશે. આ મેચ રાત્રે 11.50 વાગ્યાથી રમાશે. હોકીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાત્રે 9:00 વાગ્યાથી મેચ રમાશે. સેઇલિંગમાં, પંવર બલરાજ મેન્સ સિંગલ સ્કલ્સમાં બપોરે 12:30 વાગ્યાથી એક્શનમાં હશે, જ્યારે ટેબલ ટેનિસમાં, મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં, હરમીત દેસાઈ સાંજે 7:15 વાગ્યાથી યમનના ઝૈદ અબો સામે ટકરાશે. ટેનિસમાં, મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડની મેચ રોહન બોપન્ના-એન શ્રીરામ બાલાજી સામમે ફ્રેન્ચ જોડી એડવર્ડ રોજર-વેસેલિન અને ફેબિયન રેબૌલ વચ્ચે થશે. આ મેચ બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બોક્સિંગમાં મહિલાઓની 54 કિગ્રા પ્રારંભિક રાઉન્ડની મેચમાં, પ્રીતિ પવાર બપોરે 12:05 વાગ્યે વિયેતનામની કિમ એનહ વો સામે ટકરાશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.