NEWS

Belly Fat: 28થી 40ની થઇ ગઇ છે કમર? પટારા જેવા પેટની ચરબી ગાયબ કરી દેશે આ દેશી પાવડર, આ રીતે બનાવીને કરી લો સ્ટોર

પેટની ચરબી ઘટાડવા માટેની ટિપ્સ Belly Fat Loss: જ્યારે પણ શરીરમાં ચરબી વધે છે ત્યારે તેની અસર સૌથી પહેલા પેટ અને કમર પર દેખાય છે. કમર અને પેટ પર જમા થતી ચરબીને બેલી ફેટ કહેવામાં આવે છે. જો પેટની ચરબી વધારે હોય તો શરીરનો આકાર ખરાબ દેખાવા લાગે છે. ચરબી વધવાથી શરીરમાં બીમારીઓ પણ વધે છે. તેથી, પેટની ચરબી ક્યારેય ન વધે તેવો પ્રયાસ કરો. પરંતુ જો ખરાબ લાઇફસ્ટાઇલના કારણે સ્થૂળતા વધી જાય તો તેને ઘટાડી શકાય છે. ચાલો આજે અમે તમને કેટલીક એવી ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે પેટની ચરબીથી ઝડપથી છુટકારો મેળવી શકો છો. આ પણ વાંચો: કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો ભૂલેચૂકે પણ ન કરતાં આ ભૂલ, ઝેર ફેલાય તે પહેલા કરી લો આ 6 કામ, સ્કિન પર નહીં થાય એલર્જી પેટની ચરબી ઘટાડવા માટેની ટિપ્સ ડાયેટિશિયન સ્વાતિ બિશ્નોઈના જણાવ્યા અનુસાર, જો તમે પેટની ચરબીથી પરેશાન છો, તો તમે આ ઘરગથ્થુ ઉપાયની મદદથી તેને ઘટાડી શકો છો. ઘરના રસોડામાં રહેલા કેટલાક મસાલાનો ઉપયોગ કરીને એક ખાસ પાવડર તૈયાર કરવો પડશે. ઘરે તૈયાર કરી શકાય એવો આ પાવડર પેટની ચરબી ઘટાડવાનો અસરકારક ઉપાય છે. આ પાવડરનો નિયમિત ઉપયોગ કરવાથી ચોક્કસપણે તમારા પેટની ચરબીને ઘટશે. આયુર્વેદિક બેલી ફેટ બર્નર પાવડર બેલી ફેટ બર્નિંગ પાવડર તૈયાર કરવા માટે તમારે તજ, આદુ, હળદર, ઇલાયચી, મધ અને લીંબુના રસની જરૂર પડશે. બધી વસ્તુઓને સમાન માત્રામાં લો અને બરાબર રીતે મિક્સ કરી લો. તમે બધી વસ્તુઓને વધારે માત્રામાં લઈને મિક્સ કરીને પાવડર તૈયાર કરી શકો છો અથવા તમે તાજું બનાવીને રોજ લઈ શકો છો. દરરોજ બપોરે અને સાંજે જમ્યા પછી એક ગ્લાસ પાણી સાથે બે ચમચી આ ચૂર્ણ લો. આ ઘરગથ્થુ ઉપાયની મદદથી પેટની વધેલી ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે. આ પણ વાંચો : કબજિયાતની સમસ્યાને જડમૂળથી ગાયબ કરી દેશે આ ફળની મલાઇ, આંતરડામાં જામેલી ગંદકીનો પણ રાતોરાત કરશે સફાયો આ ટિપ્સ અજમાવી જુઓ અને જો તમે ઓછા સમયમાં પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો સવારે અને સાંજે નિયમિત વ્યાયામ કરો. માત્ર 30 મિનિટની હળવી એક્સરસાઇઝથી પણ ફેટને ઝડપથી કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત, તમારા ડાયેટમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો અને વધુ ફેટ અને કેલરીવાળા ખોરાકને ટાળો, જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો, તો તમને જલ્દી રિઝલ્ટ જોવા મળશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.