NEWS

ત્રણ દિવસમાં બીજીવાર આતંકીઓની નાપાક હરકત, અથડામણાં 3 જવાનો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ જમ્મુ-કાશ્મીરના કુપવાડમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. આ અથડામણ કુલકરી વિસ્તારમાં શરુ થઈ છે. અથડામણમાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ત્યારે સેના આતંકીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી અવારનાવર જમ્મુ-કાશ્મીરમાં કોઈને કોઈ જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થતી રહે છે. ત્યારે સેનાએ LOC પર આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસોને નાકામ કર્યા છે. કુપવાડામાં ત્રણ દિવસમાં આ બીજી એન્કાઉન્ટરની ઘટના બની છે, જે જિલ્લાના કુલકરી વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન શરૂ થઈ હતી. સંભવિત આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુપવાડાના કુમકારી વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ શનિવારે છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા, જેના પછી અથડામણ શરૂ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. કુપવાડામાં મંગળવારે એટલે કે 23 જુલાઈના રોજ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન તેનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું, જે બાદ જિલ્લાના લોલાબ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. કાશ્મીર ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી પણ માર્યો ગયો હતો. આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 40 થી 50 પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ અને કાશ્મીરના પર્વતીય જિલ્લાઓના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે, જેના કારણે સુરક્ષા દળોએ તેમને પકડવા માટે આ વિસ્તારોમાં મોટાપાયે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. આ પણ વાંચો: મુંબઈ-ગુજરાત માટે વરસાદ બન્યો આફત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયેલા આ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત અને કેટલાક આધુનિક હથિયારોથી સજ્જ છે, જેમાં નાઈટ વિઝન ઉપકરણોથી સજ્જ અમેરિકન બનાવટની M4 કાર્બાઈન રાઈફલ્સનો પણ સમાવેશ થાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.