NEWS

Uric Acid Remedy: યુરિક એસિડને બ્લડમાંથી ચુસીને બહાર કાઢશે આ દેશી ઔષધિઓ, કિંમત 10 રૂપિયાથી પણ ઓછી

યુરિક એસિડ Uric Acid Remedy: :આજના સમયમાં લોકોની ખાણીપીણીની આદતોમાં ઘણો બદલાવ આવતો હોવાના કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જેમાં એક બીમારી છે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું. જો શરીરમાં યુરિક એસિડ વધી જાય, તો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરતી નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. યુરિક એસિડ ક્રિસ્ટલ્સમાં ફેરવાય છે અને આંગળીઓના સાંધામાં અટવાઈ જાય છે, જેનાથી દુખાવો થાય છે. તેમજ અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમાં કેટલાક ઘરેલુ ઉપચાર શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવામાં મદદ કરી શકે છે. અહીં અમે તમને એવા પાંચ સસ્તા અને ઘરે બનાવેલા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, જે યુરિક એસિડને ઘટાડી શકે છે. આમળા આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે માત્ર શરીરમાં ઇન્ફ્લેમેશન અટકાવે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ પણ ઘટાડે છે. આમળાનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટે છે. આ પણ વાંચો: Hacks: વધારે વરસાદના કારણે ખરાબ થઇ રહ્યાં છે ફૂલવાળા છોડ? ગુલાબ-જાસુદની માટીને સુકી રાખવા કરો આ કામ સૂકા ધાણા સૂકા ધાણા શરીરમાંથી યુરિક એસિડના સ્ફટિકો દૂર કરવામાં મદદ કરે છે. સૂકા ધાણામાં રહેલા ગુણ પેશાબ દ્વારા યુરિક એસિડને દૂર કરે છે. ત્યારે જે લોકોના શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું હોય, તેમણે સૂકા ધાણાની ચા અથવા સૂકા ધાણાવાળું ઉકાળેલું પાણી પીવું જોઈએ. લીમડો લીમડો યુરિક એસિડ ક્રિસ્ટલ્સને દૂર કરવામાં અસરકારક છે. લીમડામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને યુરિક એસિડની સમસ્યાને દૂર કરે છે. લીમડો શરીરના ડિટોક્સિફિકેશનનું પણ સારું કામ કરે છે. ગિલોય ગિલોયમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. ગિલોય કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે શરીરમાંથી ઝેર અને યુરિક એસિડ સરળતાથી બહાર નીકળી જાય છે. આ પણ વાંચો: Roti: રોટલીને પ્રોટીનનો ભંડાર બનાવી દેશે આ 5 દેશી વસ્તુઓ, લોટ બાંધતી વખતે ચપટી ભરીને નાંખી દો, કમજોર શરીરમાં ભરાઇ જશે તાકાત હરીતકી હરીતકીમાં ડિટોક્સિફાઇંગ તત્વો હોય છે, જે શરીરમાં રહેલા ટોક્સિન્સ અને યુરિક એસિડને બહાર કાઢે છે. હરીતકીનું સેવન પાચન માટે સારું છે. તે યુરિક એસિડને સરળતાથી દૂર કરે છે અને આર્થરાઇટિસની સમસ્યામાંથી પણ રાહત આપી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.