NEWS

કામની વાત, ફક્ત બીલ આપવાથી મળશે સહાય, જાણો શું છે યોજના

ફળના પાકમાં સહાય યોજના મહેસાણા: ગુજરાત સરકાર અને બાગાયત ખાતા દ્વારા આ વર્ષે ગ્રો મોર ફ્રૂટ ક્રોપનો અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાતના દરેક જિલ્લામાં ચાલી રહ્યું છે, જેના અંતર્ગત ખેડૂતોને ફળ પાકો વાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને મળતી સહાયતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને હાલ ખેડૂતો ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો ઉપર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લામાં હાલ બાગાયત ખાતા દ્વારા ગ્રો મોર ફ્રૂટ ક્રોપ (GROW MORE FRUIT CROPS)નું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં બાગાયત ખાતાના લોકો ગામે જઈને ખેડૂતોને વધારે ફળ પાકોનું ઉત્પાદન લે તે સમજાવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં પણ થતા આંબા, જામફળ, દાડમ, લીંબુ વગેરે જેવા ફળ પાકોમાં બાગાયત ખાતા તરફથી સબસિડી આપવામાં આવે છે. કારણ કે પારંપરિક ખેતીમાં વાવતા પાકોની સરખામણીએ બાગાયતી પાકોમાં ખેડૂત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે છે અને તેની આવકમાં પણ વધારો થઈ શકે છે. શું છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકોની સબસિડી ઘનિષ્ઠ ખેતી દ્વારા વાવેલા ફળ પાકો આંબા, જામફળ ઉત્પાદકતાના નામની નવી યોજના છે. જેમાં ઘનિષ્ઠ યોજનામાં ઘણા ખેડૂતોને તકલીફ પડતી હતી. આંબાની સબસિડીમાં ખેડૂતોને ઘણીવાર ખાતર, કલમ, દવાના બિલ જમા કરાવવા તેમજ કાગળમાં ખેડૂતોને તકલીફ પડતી હતી. તેથી જ આંબા, જામફળ ઉત્પાદકતા યોજનામાં ખેડૂતને સરકાર માન્ય નર્સરીમાંથી આંબાના રોપા લાવવાના હોય છે, જેનું ખાલી બિલ જમા કરાવવાથી આ યોજનાનો લાભ મળી શકે છે. આ પણ વાંચો: ગુજરાતની આ ગ્રામ પંચાયતે 115 હેક્ટરમાં વૃક્ષારોપણ કર્યું, હવે લાખોની કમાણી પ્રતિ હેક્ટરે ચાલીસ હજાર રૂપિયાની સબસિડી ખેડૂતને મળી રહે છે. આ ઉપરાંત આંબાના વચ્ચે જો ખેડૂત કોઈ શાકભાજીનું વાવેતર કરે અથવા તો બાગાયત પાકનું વાવેતર કરે તો ખેડૂતને પ્રતિ હેકટરે 40 હજાર સિવાય પાંચથી દસ હજાર રૂપિયા ઉપરના મળી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.