NEWS

Tricks: કપડાં પર લાગેલા ઇંકના ડાઘ મિનિટોમાં થઇ જશે ગાયબ, ક્લીનિંગ કરતી વખતે બસ કરી લો આ કામ

કપડાં પરથી શાહીના ડાઘા થશે ગાયબ, અજમાવો આ ઉપાયો Cleaning Hacks: શાહીના ડાઘ બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિના શર્ટ પર પડે છે. આવું સ્કુલ, કોલેજ કે ઓફિસે જતા લોકો સાથે વારંવાર થાય છે. પેનમાંથી ઇન્ક લીક થવાના કારણે શર્ટ અને પેન્ટ પર તેના ડાઘ રહી જાય છે. આ જિદ્દી ડાઘને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તો ઘણી વખતે આ ડાઘ દૂર કરવામાં કપડાં ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે ગૃહિણીઓ આ ડાઘ દૂર કરવા માટે ઘણા નુસખા અજમાવે છે. તેમજ બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સ પણ આ ડાઘ દૂર કરવામાં નકામા સાબિત થાય છે. ત્યારે તમારે આ ડાઘ દૂર કરવા માટે ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ. અહીં નીચે આવા જ કેટલાક ઇન્ક દૂર કરવાના ઉપાય આપવામાં આવ્યા છે. ટૂથપેસ્ટ કોઈપણ કપડાં પરથી શાહીનો ડાઘ દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે જે જગ્યાએ શાહીનો ડાઘ લાગ્યો હોય, ત્યાં ટૂથપેસ્ટ લગાવીને 10-15 મિનિટ રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને ડિટર્જન્ટથી સાફ કરી દો. આવું 2-3 વખત કરવાથી શાહીનો ડાઘ દૂર થઈ જશે. આ પણ વાંચો: Hair Growth: રાતે સૂતા પહેલા આ એક પીળી વસ્તુથી કરો માથાની ચંપી, ઘાસ જેવા વાળ પણ થઇ જશે સિલ્કી-સોફ્ટ દૂધ આપણા રસોડામાં રહેલું દૂધ શાહીનો ડાઘ દૂર કરી શકે છે. આ માટે ડાઘવાળી જગ્યાને એક રાત માટે દૂધમાં પલાળી રાખો. સવારે તેને ડિટર્જન્ટની મદદથી ધોઈ નાખો. દૂધમાં બ્લીચિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે કોઈપણ પ્રકારના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. શેવિંગ ક્રીમ શાહીના ડાઘ દૂર કરવામાં શેવિંગ ક્રીમ પણ મદદરૂપ થઈ શકે છે. આ માટે ઇન્કનો ડાઘ હોય ત્યાં શેવિંગ ક્રીમ લગાવીને બ્રશની મદદથી રબ કરો. આ ક્રીમને 20 મિનિટ સુધી કપડાં પર લગાવેલી રહેવા દો. ત્યારબાદ તેને ડિટર્જન્ટથી ધોઈ લો. આમ શાહીનો ડાઘ ઓછો થઈ જશે અને 2-3 વખત આવું કરવાથી તમને સારું રિઝલ્ટ મળશે. આ પણ વાંચો: Roti: રોટલીને પ્રોટીનનો ભંડાર બનાવી દેશે આ 5 દેશી વસ્તુઓ, લોટ બાંધતી વખતે ચપટી ભરીને નાંખી દો, કમજોર શરીરમાં ભરાઇ જશે તાકાત મીઠું અને લીંબુ કપડાં પરથી શાહીનો ડાઘ કાઢવા માટે મીઠું અને લીંબુ સૌથી સરળ ટ્રીક છે. આ માટે એક ચમચી લીંબુનો રસ લઈને તેમાં મીઠું મિક્સ કરો. હવે તેને ટૂથબ્રશની મદદથી શાહી લાગેલી જગ્યા પર રબ કરો. ત્યારબાદ તેને ડિટર્જન્ટથી ધોઈ લો. લીંબુમાં રહેલી ડિટર્જન્ટ પ્રોપર્ટીઝ શાહીના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.