NEWS

જાણવા જેવું: ગુજરાતના ખેડૂતો દર મહિને કેટલી કમાણી કરે છે, સરકારે જાહેર કર્યા આંકડા

ખેડૂતોની આવકના સરકારી આંકડા નવી દિલ્હી: સરકાર તરફથી ખેડૂતોની આર્થિક મદદ માટે તમામ યોજનાઓ ચલાવામાં આવી રહી છે. પણ શું આપ જાણો છો કે દેશમાં ખેડૂત પરિવારોની સરેરાશ આવક કેટલી છે? તેનો જવાબ આજે આપને મળી જશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અનુસાર દર મહિને આવકમાં મેઘાલયના ખેડૂત પરિવાર પહેલા નંબરે આવે છે. જ્યારે આ લિસ્ટમાં ઝારખંડ સૌથી નીચે છે. સંસદમાં પૂછાયેલા સવાલનો જવાબ આપતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે, રાષ્ટ્રિય પ્રતિદર્શ સર્વે કાર્યાલય, સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે દેશના ગ્રામિણ વિસ્તારમાં કૃષિ પરિવારોની આર્થિક સ્થિતિનું આકલન સર્વે કરાવ્યો હતો. આ સર્વે અનુસાર, 2018-19માં ગ્રામિણ ભારતમાં દર કૃષિ પરિવારની સરેરાશ માસિક આવક અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હતી. જ્યારે ઋણી કૃષિક પરિવારોની ટકાવારી પણ રાજ્યોમાં અલગ અલગ છે. મંત્રીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં સકલ મૂલ્ય વર્ધનમાં 4 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આ વધારાનો શ્રેય સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી વિવિધ યોજનાને આપવામાં આવે છે. આ યોજનાને લાગૂ કરવાના પરિણામે ખેડૂતોની આવકમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે એક પુસ્તક જાહેર કર્યું છે, જેમાં 75,000 ખેડૂતોની કહાની સંકલિત છે, જેમણે પોતાની આવકને ડબલથી વધારે કરી લીધી છે. ટોપ પર મેઘાલય કૃષિ મંત્રીએ જે આંકડાનો હવાલો આપ્યો છે, તે અનુસાર અમુક રાજ્યોમાં ખેડૂત પરિવારોની આવક 20 હજાર રૂપિયા દર મહિનાથી વધારે છે. જ્યારે કેટલાય રાજ્યોમાં આવક સરેરાશ છે અને અમુકમાં ખૂબ જ ઓછી છે. સારી આવકના મામલામાં મેઘાલય ટોપ પર છે. અહીં આવક 29,348 રૂપિયા છે, જ્યારે ઝારખંડ આ મામલામાં સૌથી પાછળ છે. રાજ્યમાં આવક 4895 છે. તો વળી ઉત્તર પ્રદેશમાં અહીં આવક 8061 છે, જ્યારે ગુજરાતમાં 12361 રૂપિયા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.