NEWS

Wholesale cloth market: બોટાદમાં અહીં સસ્તા ભાવે મળશે ગરમ કપડાં, નોંધી લો સરનામું

બોટાદ: મોટાભાગના લોકો સસ્તી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. જો કોઈ દુકાનમાં સેલ લાગેલો હોય તો ત્યાં લોકો દોડી જાય છે. પરંતુ આજે અમે સેલની નહીં પરંતુ રેડીમેડ કપડાંના સસ્તા બજાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બોટાદના પાળિયાદ રોડ પર છેલ્લા 20 વર્ષથી કપડાંનું માર્કેટ ભરાય છે. અહીં સસ્તા ભાવે કપડાં મળતા હોવાથી આ બજાર બોટાદવાસીઓનું પ્રિય સ્થળ બની ગયું છે. બોટાદનું સસ્તા કપડાંનું બજાર પાળિયાદ રોડ પર કપડાંનું વેચાણ કરતા અરવિંદભાઈ પટણીએ લોકલ 18ને જણાવ્યું કે, “હું મૂળ અમદાવાદનો રહેવાસી છું અને છેલ્લા 20 વર્ષથી અહીંયા કપડાનું વેચાણ કરવા આવું છું. લોકોને બહાર વધુ પૈસા ખર્ચવા ન પડે અને સસ્તા ભાવે તેઓને વસ્તુ મળી રહે તે માટે અહીંયા આ સેલ શરૂ કરવામાં આવ્યો છે. શિયાળા માટે મફલર, ટોપી, મોજા, સ્વેટર સહિતના ગરમ કપડાનું વેચાણ અમે કરી રહ્યા છીએ. અહીંયા નાના છોકરાથી લઈને મહિલાઓ તેમજ પુરુષો માટે અલગ અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં તમામ વસ્ત્રો મળી રહે છે.” પોતાને ત્યાં મળતા કપડાં વિશે તેમણે જણાવ્યું કે, “અમારે ત્યાં ગરમ કપડા લુધિયાણાથી આયાત કરવામાં આવે છે. અમારે ત્યાં અલગ અલગ ભાવના સસ્તા ગરમ કપડાં મળી રહે છે. જેમાં મફલર 20 થી 40 રૂપિયા, ગરમ ટોપીઓ 40 થી 50 રૂપિયા, જેકેટ 150 થી 350 રૂપિયામાં મળી રહે છે. આ સિવાય લુધિયાણાના બજારમાં 150 થી 200 રૂપિયામાં મળતી ટોપીઓ અમારે ત્યાં 100 રૂપિયામાં મળી જાય છે. ટોપીની જેમ અહીં લુધિયાણાના જેકેટ પણ 450 રૂપિયામાં મળી જાય છે. જે વસ્તુઓ બહારની દુકાનમાં 600 રૂપિયાથી લઈને 800 રૂપિયાની આસપાસ મળતા હોય છે, તે અહીંયા ફક્ત ₹100 તેમજ ₹300ના રેન્ટ સુધી મળી જાય છે. જેથી લોકોને ફાયદો થાય છે.” અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું કે, “અહીં બધો વિદેશનો માલ આવે છે. જેને અમે અન્ય માર્કેટ કરતા સસ્તા ભાવે વેચીએ છીએ. તેથી અહીં લોકોની ખૂબ જ ભીડ રહે છે. અન્ય માર્કેટમાં 1200 થી 1500માં મળતી વસ્તુઓ અહીં માત્ર 600 રૂપિયામાં મળે છે. અમારે ત્યાં રોજનું 20 થી 25 હજારનું વેચાણ થાય છે. જેથી મહિને 7 થી 7.5 લાખ જેટલું વેચાણ થાય છે.” અહીં ખરીદી કરવા આવેલા ગ્રાહક ગોરધનભાઈએ જણાવ્યું કે, “અમે દર વર્ષે અહીંથી જ ખરીદી કરતા હોઈએ છીએ. અહીં તમામ વસ્તુઓ ખૂબ જ નજીવા દરે સસ્તી મળતી રહે છે. મફ્લર, જેકેટ, શર્ટ, પેન્ટ સહિતની તમામ પ્રકારની વસ્તુઓ નજીવા દરે મળી રહે છે.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.