NEWS

મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!

અહીં 1 કપ કોફી 25 હજારની મળે છે! (Photo: Instagram/elona) દુનિયામાં ઘણા દેશ એવા હોય છે જ્યાં મોંઘવારી એટલી બધી હોય છે કે ત્યાંના લોકોની આવક પણ નથી હોતી તેના કરતાં તો ખર્ચ વધારે હોય છે. આ ચક્કરમાં ત્યાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં જ એક કન્ટેન્ટ ક્રિએટર એક આવા જ દેશમાં ફરવા માટે ગઈ હતી. જ્યાં જઈને તે ચોંકી ગઈ હતી. એવું એટલા માટે કે તે દેશની રેસ્ટોરન્ટના મેન્યૂ કાર્ડમાં ડિશના નામની સામે તેની કિંમત લખી જ નથી. ત્યાં એક પ્લેટ ખાવાનું એટલું મોંઘું છે કે લોકોએ નોટોના બંડલો લઈને જવા પડે છે. હકીકતમાં આવો દેશ કયો છે? આવો જાણીએ. એલોના કારાફિન (@elona) એક ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધારે લોકો ફોલો કરે છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક દેશમાં ફરવા માટે ગઈ છે જ્યાં મોંઘવારી મોટા પ્રમાણમાં છે. આ દેશનું નામ સીરિયા (Syria price rise) છે. ત્યાંની કરન્સી એટલી નબળી થઈ ગઈ છે કે લોકોને દરેક વસ્તુ માટે વધારે કિંમત આપવી પડે છે. એલોનાએ પણ એ જોઈને હેરાન રહી ગઈ હતી. તેણે આ વીડિયોમાં જણાવ્યું કે લોકો ઘરની બહાર પર્સ લઈને નથી નીકળી શકતા. કેમ કે ત્યાં દરેક વસ્તુની કિંમત એટલી વધારે છે કે ત્યાંના લોકોને નોટોના બંડલો આપવા પડે છે. જેને કારણે તે લોકો પર્સ સાથે નથી લઈ જઈ શકતા. આ દેશનું નામ સીરિયા છે. એલોના એક રેસ્ટોરન્ટમાં જાય છે, ત્યાંના મેન્યૂ કાર્ડમાં ડિશના નામ લખ્યા છે પરંતુ તેની કિંમત નથી લખી. તેનું કારણ એ છે કે ત્યાંની કરન્સી ફ્લક્ચુએટ કરતી હોય છે કેમ કે તેમ કે ત્યાંની કરન્સીની કિંમત થોડા થોડા સમયે બદલાતી રહેતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક કપ કોફી 25 હજાર સીરિયન પાઉન્ડ છે. એક સમય હતો જ્યારે 1 અમેરિકન ડોલરની સામે તમને 50 સીરિયન પાઉન્ડ મળતા હતા. પરંતુ આજે 1 ડોલર 15 હજાર સીરિયન પાઉન્ડ બરાબર થઈ ગયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સીરિયા વર્ષોથી આંતરરાષ્ટ્રીય બેન્ક પાસેથી દૂર રહ્યું છે, દેશમાં હાઈપર ઈન્ફ્લેશન જોવા મળે છે અને કિંમતમાં પણ ફ્લક્ચુએશન આવતું રહેતું હોય છે. આ જ કારણથી કોઈ પણ પશ્ચિમી દેશોમાં મળતો સામાન અહીં નથી વેચાતો. પરંતુ તેનો દેશી વિકલ્પ બનાવવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે. લોકો દરરોજ નોટોના બંડલ લઈને લે-વેચ કરવી પડતી હોય છે તેને કારણે લોકો કેશ ગણવામાં એક્સપર્ટ બની ગયા છે. લોકો બેગમાં કેશ લઈને ઘરની બહાર નીકળે છે. આ પણ વાંચો : સૌથી શક્તિશાળી નંબર કયો? વ્યક્તિએ ગણિતનો એવો જાદુ કર્યો, જોઈને વિશ્વાસ નહીં આવે! વીડિયો થઈ રહ્યો છે વાયરલ આ વીડિયોને 10 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે કે શું ત્યાં લોકો ક્રેડિટ કાર્ડ નથી લેતા? તો એક યુઝરે લખ્યું કે, કોફી 5 હજારથી 8 હજાર સીરિયન પાઉન્ડમાં મળે છે. છોકરીને છેતરવામાં આવી છે. તો વધુ એકએ કહ્યું કે આટલી બધી કેશ લઈને ફરવા નીકળવાથી ટેન્શન થતું હશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.