ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બીડી પીવાની આદતના કારણે એક પતિ-પત્નીના સંબંધમાં એટલી ખટાશ આવી ગઈ કે, પતિએ આત્મહત્યા કરી લીધી. આ મામલો કોતવાલી વિસ્તારના મઢિયા નાકાનો છે. જ્યાં 25 વર્ષીય આનંદે ફાંસી લગાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. મૃતકના નાના ભાઈ અંકિતે જણાવ્યું કે, “આનંદ કડિયાકામ કરતો હતો અને એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. તેને બીડી પીવાની આદત હતી, આ આદત પત્નીને ગમતી નહોતી. પત્નીએ ઘણી વાર તેને બીડી છોડવા માટે કહ્યું કે, આનંદની આદત છૂટી નહીં. તેના કારણે બંને વચ્ચે હંમેશાં ઝઘડા થતાં રહેતા.” બાદમાં એવું બન્યું કે, રોજના ઝઘડાથી કંટાળીને પત્ની અલગ રૂમમાં સૂવા લાગી, જેનાથી આનંદ માનસિક તણાવમાં આવી ગયો. 13 ડિસેમ્બરની રાતે આનંદે ઘરના પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. મોડા સુધી રૂમમાંથી બહાર ન આવતા પરિવારે જોયું તો તે ફંદા સાથે લટકી રહ્યો હતો. તેમણે તરત પોલીસને સૂચના આપી. આ ઘટના બાદ મૃતકના પરિવારની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. એસએચઓ પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, “ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. પ્રાથમિક તપાસમાં નશાની આદત અને પત્ની સાથે ઝઘડાની વાત સામે આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.” None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024