NEWS

રાજકોટનો આ વેપારી તૈયાર કરે છે બરેલીનો સ્પેશિયલ માંજો, જુઓ VIDEO

બરેલીનો સ્પેશિયલ માંજો તૈયાર કરી આપે છે આ વેપારી રાજકોટ: ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ શહેરમાં દોરા બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પતંગ રસિયાઓની માગને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ત્યારે રાજકોટ શહેરમાં આ વર્ષે બરેલીના દોરાની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. ત્યારે આ દોરો કેવી રીતે તૈયાર થાય છે અને કેટલામાં મળે છે. અમદાવાદ પછી રાજકોટ એવું શહેર છે. જ્યાં સૌથી વધુ પતંગ રસિયાઓ જોવા મળે છે. ગુજરાતભરમાં પતંગની દોરીને રંગીન માંજો ચડાવવાની વિશિષ્ટ પરંપરા છે. રાજકોટમાં ભલે ઉત્તરાયણ માત્ર એક દિવસ ઉજવાય, પરંતુ આ એક દિવસ માટે લોકોમાં પતંગ ઉડાડવાનો અને અન્યના પતંગ કાપવાનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. રાજકોટ શહેરમાં આવેલા સદર બજારમાં દોરીને રંગીને તૈયાર કરતા વેપારી રાજેશ ગૌતમ છેલ્લા કેટલાક વર્ષોથી આ વ્યવસાયમાં જોડાયેલા છે. તેઓ ઉત્તર પ્રદેશના બરેલીથી ખાસ પ્રકારનો કાચ મંગાવે છે. આ કાચને બારીક ભૂકો બનાવીને તેમાં સોનામક્કી અને તજ મસાલાનું મિશ્રણ પણ ઉમેરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ઉત્તરાયણ માટે દોરી તૈયાર કરી આપે છે. તેઓ 250 રૂપિયામાં 1 હજાર વાર દોરી રંગીને તૈયાર કરી આપે છે. એક હજાર વાર દોરી રંગવાના 60 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. ગુજરાતી સમાચાર / ન્યૂઝ / રાજકોટ / રાજકોટનો આ વેપારી તૈયાર કરે છે બરેલીનો સ્પેશિયલ માંજો, જુઓ VIDEO રાજકોટનો આ વેપારી તૈયાર કરે છે બરેલીનો સ્પેશિયલ માંજો, જુઓ VIDEO બરેલીનો સ્પેશિયલ માંજો તૈયાર કરી આપે છે આ વેપારી ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે. ઉત્તરાયણને લઈ માર્કેટમાં હાલ દોરી રંગવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં આવેલા સદર બજારમાં વેપારી બરેલીથી સ્પેશિયલ મટીરીયલ મંગાવીને દોરી રંગી રહ્યા છે. ત્યારે હાલ શું ભાવ છે અને રંગવાના કેટલા પૈસા લઈ રહ્યા છે તે જાણીએ. વધુ વાંચો … 1-MIN READ Gujarati Rajkot,Gujarat Last Updated : December 20, 2024, 5:53 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Santosh Kanojiya Reported By : Mustufa H Lakdawala સંબંધિત સમાચાર રાજકોટ: ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ શહેરમાં દોરા બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પતંગ રસિયાઓની માગને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ત્યારે રાજકોટ શહેરમાં આ વર્ષે બરેલીના દોરાની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. ત્યારે આ દોરો કેવી રીતે તૈયાર થાય છે અને કેટલામાં મળે છે. જાહેરાત અમદાવાદ પછી રાજકોટ એવું શહેર છે. જ્યાં સૌથી વધુ પતંગ રસિયાઓ જોવા મળે છે. ગુજરાતભરમાં પતંગની દોરીને રંગીન માંજો ચડાવવાની વિશિષ્ટ પરંપરા છે. રાજકોટમાં ભલે ઉત્તરાયણ માત્ર એક દિવસ ઉજવાય, પરંતુ આ એક દિવસ માટે લોકોમાં પતંગ ઉડાડવાનો અને અન્યના પતંગ કાપવાનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. રાજકોટ શહેરમાં આવેલા સદર બજારમાં દોરીને રંગીને તૈયાર કરતા વેપારી રાજેશ ગૌતમ છેલ્લા કેટલાક વર્ષોથી આ વ્યવસાયમાં જોડાયેલા છે. તેઓ ઉત્તર પ્રદેશના બરેલીથી ખાસ પ્રકારનો કાચ મંગાવે છે. આ કાચને બારીક ભૂકો બનાવીને તેમાં સોનામક્કી અને તજ મસાલાનું મિશ્રણ પણ ઉમેરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગે છે. જાહેરાત તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ઉત્તરાયણ માટે દોરી તૈયાર કરી આપે છે. તેઓ 250 રૂપિયામાં 1 હજાર વાર દોરી રંગીને તૈયાર કરી આપે છે. એક હજાર વાર દોરી રંગવાના 60 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Local 18 , Rajkot , Uttarayan First Published : December 20, 2024, 5:53 pm IST વધુ વાંચો None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.