NEWS

પ્યાર કા પંચનામા: છોકરીની ઈચ્છા, BFએ એવા અંદાજમાં પ્રપોઝ કર્યું કે, ગર્લફ્રેન્ડને તો પરસેવો છૂટી ગયો!

પ્રતિકાત્મક ફોટો. લોકો મળે છે, વાતો થાય છે, મિત્રો બને છે, પછી પ્રેમ થાય છે. પરંતુ દરેક લોકો પોતાના પ્રેમનો સ્વીકાર સિમ્પલ રીતે નથી કરતા હોતા. કેટલાક લોકો પોતાના પ્રેમીને પ્રપોઝ કરવા માટે બધા કરતા અલગ અંદાજમાં કરવા માંગતા હોય છે. એટલું જ નહીં પરંતુ પોતે પણ આ યુનિક રીતે પોતાના રિલેશનશિપને આગળ વધારે. ત્યારે મિત્રતાથી પ્રેમી સુધીનો પહોંચવું સરળ નથી હોતું. પરંતુ ઘણી વખત આ ચક્કરમાં પ્યાર કા પંચનામા જેવું બની જતું હોય છે. આજે અમે તેમને આવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયોમાં એક છોકરીની એવી ઈચ્છા હોય છે કે તેનો બોયફ્રેન્ડ તેને બધા કરતા એકદમ અલગ અંદાજમાં પ્રપોઝ કરે. બોયફ્રેન્ડે તેની વાતને એટલી સિરિયસ લઈ લીધી કે તેણે મિત્રો સાથે મળીને છોકરી પાસે કિડનેપરની જેમ પહોંચી જાય છે. અને છોકરીને તેના મિત્રો મળીને એવી ડરાવે છે કે છોકરી ડરી ને રોવા લાગે છે. ત્યાં તેનો બોયફ્રેન્ડ આવીને તેને પ્રપોઝ કરે છે. આ સાંભળીને તમે પણ હેરાન થઈ ગયા હશો, પરંતુ આ વાત સાચી છે. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો પણ છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રકમાંથી ડંડા સાથે ઉતરે છે અને તે તમામ લોકોએ મોંઢા પર માસ્ક પહેલા છે. ટ્રકની અંદરથી એક વ્યક્તિ આ તમામ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે. ટ્રકની બિલકુલ પાછળ એક કાર છે, આ છોકરીની કાર પર અચાનકથી આ તમામ લોકો એટેક કરી દે છે. છોકરી કશું સમજી શકતી નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. માસ્ક સાથે આવેલા લોકો તેની ગાડી તોડવા લાગે છે. ગાડીનો કાચ તોડી નાખે છે. કારનો દરવાજો પણ તોડી નાખે છે. ત્યારે એક વ્યક્તિ ટ્રકની અંદર જાય છે તો તે છોકરીને બોયફ્રેન્ડ હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને બહાર આવે છે. છોકરી ડરીને રોવા લાગે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.