NEWS

ભોપાલના જંગલોમાંથી 40 કિલો સોનું અને 15 કરોડ રુપિયા ભરેલી ગાડી મળી, જાણો કોણ છે તેનો માલિક?

ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લોકાયુક્તે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરે દરોડા પાડ્યા. આ રેડમાં ટીમને શર્માના ઠેકાણા પરથી કરોડો રૂપિયા રોકડા અને મોટી માત્રામાં સોનું-ચાંદી મળ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૌરભ શર્માના તાર વધુ એક કેસ સાથે જોડાયા છે. સૂત્ર જણાવે છે કે, લોકાયુક્ત ટીમની તપાસ ઉપરાંત ઈન્કમટેક્સને એક ગાડીમાંથી 52 કિલો સોનું અને 15 કરોડ રોકડા મળ્યા છે. આ સોનાની કિંમત 40 કરોડ 47 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ગાડી મેંદરડાના જંગલોમાં લાવારિસ મળી હતી. આ ગાડી પર ગ્વાલિયરનું રજિસ્ટ્રેશન છે. તેના માલિકનું નામ ચેતન ગૌર હોવાનું કહેવાય છે. આ ગાડી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, લોકાયુક્તની ટીમે 19 ડિસેમ્બરના રોજ સૌરભ શર્માના ઘર અને ઓફિસમાં રેડ પાડી હતી. ટીમને તેના ઘરમાંથી 1.15 કરોડ રોકડા મળ્યા હતા, જ્યારે તેની ઓફિસમાંથી 1.70 કરોડ રોકડા અને 50 લાખના ઘરેણાં મળ્યા હતા. સૌરભ શર્મા પાસે ચાર લક્ઝરી ગાડીઓ પણ મળી છે. તેમાંથી એક ગાડીમાં 80 લાખથી વધારે રોકડ રકમ મળી. શર્માએ 12 વર્ષ નોકરી કરી છે. આરોપ છે કે, આ દરમિયાન તેણે ખૂબ દલાલી કરી. તેણે એક વર્ષ પહેલાં વીઆરએસ લઈ લીધું અને રિયલ એસ્ટેટના કામ કરવા લાગ્યો. આરોપ છે કે, તેણે હવાલા કાંડ પણ કર્યો છે. આવી જ રીતે તેણે અઢળક સંપત્તિ બનાવી લીધી. સામે આવી ચોંકાવનારી વિગતો કહેવાય છે કે, લોકાયુક્તની ટીમ 19 ડિસેમ્બર સવારે 7 વાગ્યે સૌરભ શર્માના અરેરા કોલોનીવાળા ઘર અને ઓફિસે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરભ શર્માનું અસલી ઠેકાણું દુબઈમાં છે. લોકાયુક્તની ટીમને લાગી રહ્યું છે કે, શર્મા રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યા બાદ ક્યાં ક્યાં રૂપિયાની હેરાફેરી કરી, ક્યાં ક્યાં હવાલો કર્યો, ટીમ તમામ દસ્તાવેજોને ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.