NEWS

લેખિત પરીક્ષા વગર ONGCમાં નોકરીની તક, જો આ લાયકાત હોય તો ફટાફટ કરો અરજી, મળશે શાનદાર પગાર

ONC Recruitment 2024 ONGC Recruitment 2024 : તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ (ONGC)માં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જે પણ ઉમેદવાર પાસે ONGCની આ જગ્યાઓ સંબંધિત લાયકાત હોય, તે સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકે છે. આ માટે ONGC દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ONGCની આ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ONGCની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યા છે. તે 3 જાન્યુઆરી 2025 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતીના દ્વારા કુલ 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જો તમે પણ અરજી કરી રહ્યા છો તો, નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચો. આ પણ વાંચો : સુંદર પિચાઈની મોટી જાહેરાત: ગૂગલમાં ટોપ પોઝિશનમાં 10 ટકા જોબ ખતમ કરશે, જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય શૈક્ષણિક લાયકાત ONGCની આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે. ત્યારે જ તે અરજી કરવા માટે પાત્ર ગણાશે. સાથે જ વર્કઓવર/ ડ્રિલિંગ ઓપરેશન્સના મેન્ટેનન્સ વિભાગમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા ONGC ભરતી 2024માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર 63 વર્ષથી ઉપર ન હોવી જોઈએ. કેટલો મળશે પગાર? જુનિયર કન્સલ્ટન્ટ: દર મહિને ₹40,000 (કુલ) + ₹2,000 (મહત્તમ) સંચાર ભથ્થું એસોસિએટ કન્સલ્ટન્ટ: ₹66,000 પ્રતિ મહિને (કુલ) + ₹2,000 (મહત્તમ) સંચાર ભથ્થું પસંદગી પ્રક્રિયા ONGCની આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટના આધારે કરવામાં આવશે. પરીક્ષાની તારીખ, સ્થળ, પર્સનલ ઇન્ટરવ્યૂ અને અન્ય સંબંધિત જાણકારી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ દ્વારા આપવામાં આવશે. અહીં જુઓ નોટિફિકેશન અને અરજી માટેની લિંક ONGC Recruitment 2024 અરજી માટેની લિંક ONGC Recruitment 2024 નોટિફિકેશન આ રીતે કરો અરજી અરજી કરવા માટે ઉમેદવારને ONGC દ્વારા જાહેર સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલા ફોર્મેટ અનુસાર અરજી ફોર્મ ભરીને તમામ જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાનું રહેશે. અરજી માટેનું માધ્યમ ઈમેલ - basant_varun2@ongc.co.in mg_krishna@ongc.co.in સરનામુ - P & CL, વેલ સર્વિસેઝ, ઓટી કોમ્પ્લેક્સ, અસમ એસેટ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.