NEWS

તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત

આ દિવસથી ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે અમદાવાદ: દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેથી આ દિવસની ઉજવણી કરવા માટે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. પરંતુ આજના સમયમાં લોકો નાતાલ પર્વને માત્ર પોતાના મોજ-શોખ કે ડાન્સ પાર્ટીની દ્રષ્ટિએ જુએ છે. પરંતુ હકીકતમાં નાતાલ પર્વ શું છે અને તેને કેવી રીતે ઉજવવામાં આવે છે તેના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવીએ. ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના ફાધર સંજયભાઈ માલવિયા સાથે વાત કરતા તેમણે ‘‘લોકલ 18’‘ને જણાવ્યું હતું કે, “નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ અને નાતાલનો અંગ્રેજી અર્થ ક્રિસમસ થાય છે.” આમ ખ્રિસ્તી ધર્મના લોકોનો મુખ્ય તહેવાર ગણાતો નાતાલ પર્વ પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસથી ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે અને તેમના પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવે છે. આ સાથે પોતાના ઘરે કે દેવળોમાં જઈને પ્રાર્થના, ભક્તિ કરે છે. સામાન્ય રીતે 25મી ડિસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો તો આ પર્વની પૂર્વેથી જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. જેમાં લોકો એકબીજાના ઘરે જવું, દેવળોથી માંડીને પોતાના ઘરને શણગારવું, મિત્રો અને પરિવારજનોને નાની-મોટી ભેટ-સોગાદ આપવી, જુદા જુદા મિષ્ટાન અને નાસ્તા બનાવવા, રવિવારના દિવસે ભજન-પ્રાર્થના કરવી વગેરે પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ સાથે નાતાલની આગલી રાતે એટલે કે, 24મી ડિસેમ્બરની રાતે લોકો દેવળો કે પોતાના સગા-વહાલાને ઘરે જઈને ભજન-ભક્તિ કે પ્રાર્થના કરતા હોય છે. નાતાલના દિવસે સવારે વહેલા ઊઠીને લોકો પોતાના પરિવાર, મિત્રો કે અન્ય સંબંધીઓના ઘરે જાય છે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. ત્યારબાદ લોકો દેવળોમાં જઈને પ્રભુ ઈસુની ભજન-ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. આ સાથે પ્રભુના આભાર માનવાથી લઈને વિનંતીની પ્રાર્થનાઓ કરવામાં આવે છે. તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ સિવાય ઘણા દેવળોમાં રાષ્ટ્રની શાંતિ, સલામતી અને વિકાસ માટે પણ પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ત્યારબાદ લોકો પોતાના પરિવારજનોની કે પછી કોઈ દુ:ખી, બીમાર, વડીલ, વૃદ્ધ કે એકલતાનો અનુભવ કરતી હોય તેવી વ્યક્તિની મુલાકાત લેવામાં આવે છે અને તેમની સાથે આનંદનો પર્વ માણવામાં આવે છે. ઘણા લોકો તો આ દિવસે નૃત્ય દ્વારા પર્વની ઉજવણી કરતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, સમગ્ર નાતાલ પર્વની ઉજવણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માફીના સંદેશને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે તેમના પરિવારજનો સાથે મળીને ભોજનનો આનંદ પણ માણતા હોય છે. વધુમાં આ દિવસો દરમિયાન લોકોએ કોઈપણ નાત-જાત કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના સાથે મળીને આર્થિક રીતે નબળા, ગરીબ, જરૂરિયાતમંદ, હૃદય ભંગ થયું હોય તેમજ કોઈ દુ:ખમાંથી પસાર થઈ રહી હોય તેવી વ્યક્તિ સાથે આ ખુશીનો પર્વ મનાવવો જોઈએ. આમ, આ રીતે ખરા અર્થમાં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.