NEWS

ડુંગળીના ભાવ ઘટાડાથી ખેડૂતો હતાશ, મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઊઠી નિકાસ ડ્યુટી હટાવવાની માંગ

ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા અન્ય જગ્યાએ ભાડે જમીન રાખીને પણ ડુંગળી ઉતારવામાં આવી રહી છે. તેમજ આગામી જા઼હેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે. ડુંગળીના મોટા જથ્થાના આગમનને કારણે ખેડૂતોને ભાવ પણ પૂરતા મળતા નથી. સાથોસાથ ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે. ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોના હિતમાં 20% નિકાસ ડ્યૂટી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. નિકાસ ડ્યુટી હટશે તો ઘટશે ભાવ છેલ્લા ઘણા સમયથી મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું છે. જ્યાં જુઓ ત્યાં લાલ ડુંગળી જ નજરે પડી રહી છે. આવક પણ સતત વધી રહી છે. આ સાથે જ બજારમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે. આ અંગે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણીએ જણાવ્યું કે, “હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂત ભાઈઓ લાલ ડુંગળી લઈને તેના વેચાણ અર્થે અહીંયા લાવી રહ્યા છે. છેલ્લા આઠ દિવસમાં પ્રતિ મણે 300 થી 400 રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂત ભાઈઓને તેના પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળીયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્ય સરકારના મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને 20% નિકાસ ડ્યૂટી વહેલી તકે હટાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.” ભાવનગર જિલ્લા સહિત અમરેલી, સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાલ ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં લાલ ડુંગળી લઈ અને અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે ખેડૂતો દ્વારા અન્ય જણસીની સરખામણીએ લાલ તેમજ ડુંગળીની ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. તેમજ મહુવા પંથકમાં 100 કરતાં વધુ લસણ તેમજ ડુંગળીના ડી-હાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે. જેના કારણે ખેડૂતો પણ મોટા ભાગે ડુંગળીનું જ વાવેતર કરતા હોય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.