NEWS

સુંદર પિચાઈની મોટી જાહેરાત: ગૂગલમાં ટોપ પોઝિશનમાં 10 ટકા જોબ ખતમ કરશે, જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય

ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ જાહેરાત કરી છે કે, કંપની ડાયરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટ્સ સહિત મેનેજરિયલ રોલ્સમાં 10 ટકા જોબ્સમાં કાપ મૂકશે. OpenAI જેવા કોમ્પિટર્સથી AIમાં વધતી હરીફાઈની વચ્ચે કંપની પોતાના કર્મચારીઓની સંખ્યામાં છટણી કરી રહી છે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, પિચાઈએ કહ્યું કે, ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીને એફિશિયન્ટ બનાવવા અને તેના સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે બદલાવ કર્યા છે. ગૂગલ હવે મેનેજર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ જેવા પદો પર નોકરીઓમાં કાપ મૂકશે. ગૂગલના સ્પોક્સપર્સનના હવાલેથી રિપોર્ટમાં કહેવાયું છે કે 10 ટકામાં અમુક જોબ્સને ઈન્ડિવિજ્યુઅલ કોન્ટ્રીબ્યુટરના રોલ્સમાં બદલી દેવામાં આવ્યા છે, જ્યારે અમુક રોલ્સને ખતમ કરી દેવામાં આવ્યા છે. layoffs.fyi મુજબ, 539 ટેક કંપનીઓએ 2024માં અત્યાર સુધીમાં 150,034 કર્મચારીઓની છટણી કરી છે. 2023 માં, 1,193 કંપનીઓ દ્વારા કુલ 2,64,220 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં ગૂગલના એફિશિયન્સી વધારવા માટે કેટલાય પગલા ઉઠાવવામાં આવ્યા છે. આ અગાઉ સપ્ટેમ્બર 2022માં પિચાઈએ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે ગૂગલ 20 ટકા વધારે એફિશિયન્ટ બને. ત્યાર બાદ જાન્યુઆરી 2023માં ગૂગલે 12000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો. ગૂગલે હવે ફરીથી આ કાપ OpenAI અને AI હરીફના કારણે કરવા જઈ રહી છે જે નવી પ્રોડક્ટ્સ લાવી રહી છે. આ પ્રોડક્ટ્સ ગૂગલના સર્ચ બિઝનેસને પ્રભાવિત કરી શકે છે. ગૂગલે પોતાના કોર બિઝનેસમાં જનરેટિવ AI ફીચર્સ સામેલ કર્યા OpenAIથી કોમ્પિટિશનના જવાબમાં ગૂગલે પોતાના કોર બિઝનેસમાં જનરેટિવ AI ફીચર્સ સામેલ કર્યા છે. કંપનીએ કેટલાય નવા AI ફીચર્સ પણ લોન્ચ કર્યા છે. જેમાં OpenAI સાથે ટક્કર લેવા માટે એક નવું AI વીડિયો જનરેટર અને જેમિની મોડેલનો એક નવો સેટ પણ સામેલ છે. મે 2023માં ગૂગલે કોર ટીમમાંથી 200 નોકરીઓની છટણી કરી હતી આ ઉપરાંત બુધવારની મીટિંગમાં પિચાઈએ ‘ગૂગલીનેસ’ શબ્દનો મતલબ જણાવતા કહ્યું હતું કે, મોર્ડન ગૂગલને અપડેટ કરવા માટે કર્મચારીઓની જરૂર હોય છે. રિપોર્ટ્સ અનુસાર, મે 2023માં રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ માટે ખર્ચામાં કાપનો એક ભાગ તરીકે ગૂગલે પોતાની કોર ટીમમાંથી 200 નોકરીઓમાં કાપ મૂક્યો હતો. આ ઉપરાંત અમુક જોબ્સને વિદેશોમાં ટ્રાન્સફર કરી દીધી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.