NEWS

WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?

WTC ફાઇનલ સિનારિયો નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ભલે તણાવ રહેતો હોય, પરંતુ બંને દેશોની મેચ હંમેશા રોમાંચ પેદા કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તો બંને ટીમ ક્યારેય ટકરાઈ નથી. પરંતુ તેની મેચ ફાઇનલની રેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત જે દિવસે ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. તે દિવસ જ પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા સામે હશે. જો ભારત અને પાકિસ્તાન બંને જીતે તો ડબ્લ્યુટીસી પોઈન્ટ પર ઉથલપાથલ નક્કી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસ પહેલા પોઈન્ટ ટેબલમાં તમામ ટીમોની સ્થિતિ જાણી લઈએ. દક્ષિણ આફ્રિકા ટેબલ પર પહેલા નંબરે છે. ત્યાર બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા છે. ચોથા નંબરે ન્યૂઝીલેન્ડ અને પાંચમાં નંબરે શ્રીલંકા છે. ઇંગ્લેન્ડ છઠ્ઠા, પાકિસ્તાન સાતમાં, બાંગ્લાદેશ આઠમાં અને વેસ્ટઇન્ડીઝ નવમાં નંબરે છે. આ પણ વાંચો : ‘તેનો સામનો કરવો ખરાબ સ્વપ્ન સમાન,’ જસ્ટિન લેંગરને ક્યાં ભારતીય બોલરનો લાગે છે ડર? ભારત પહોંચી શકે છે ટોપ પર જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં હરાવી દે અને પાકિસ્તાન પણ ઉલટફેર કરે તો પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. ભારત જો બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જીત નોંધાવે છે તો પોઈન્ટ ટેબલમાં તેના પોઈન્ટ 55.88થી વધીને 58.33 (PCT) થઈ જશે. તેનાથી ઓસ્ટ્રેલિયાની ટીમના પોઈન્ટ 58.89થી ઘટીને 55.21 પોઈન્ટ પર આવી જશે. એવી જ રીતે પાકિસ્તાન જીતે તો દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ 63.33થી ઘટીને 57.58 પોઈન્ટ પર આવી જશે. બે મેચ જ મચાવી શકે છે ઉથલપાથલ સ્પષ્ટ છે કે, માત્ર બે મેચના જ પરિણામો WTC પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચાવી શકે છે. આ એવા પરિણામ છે. જે અસંભવ નથી. ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો રહી છે. મેલબોર્નમાં તે જીતની દાવેદાર બનીને ઉતરશે. પાકિસ્તાને એક દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાને વનડે મેચમાં હરાવ્યું છે. એવામાં જો પાકિસ્તાન ટેસ્ટ મેચ પણ જીતી લે તો નવાઈ નથી. ભારત સામે ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાન પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી રમાનાર છે. જો આ મેચ નક્કી 5 દિવસ સુધી ચાલે છે તો 30 ડિસેમ્બરે પૂર્ણ થશે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચ રમવાની છે. પાંચમી ટેસ્ટ આગામી વર્ષે જાન્યુઆરીમાં સિડનીમાં રમાશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.