NEWS

અમદાવાદ: દારૂનો સ્ટોક કરવા આખું ઘર ભાડે રાખ્યું, ડિલિવરી બોય પણ રાખ્યો, 31 ડિસેમ્બર પહેલા બનાવ્યો ગજબનો પ્લાન

અમદાવાદ: 31 ડિસેમ્બર આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે. પોશ વિસ્તારમાં હોમ ડિલિવરી કરતા બુટલેગરોએ નજીકની બોર્ડરો પાસેથી દારૂ ખરીદીને સ્ટોક એકત્રિત કરી લીધો છે. કેટલાક બુટલેગરોએ તો પ્રિ-ઓર્ડર પણ લઈ લીધા છે. જોકે આવા બુટલેગરો પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે ખાનગી રાહે આવા બુટલેગરો પર વોચ રાખવાનું શરૂ કર્યું છે. તેવામાં ઝોન-7 એલસીબીએ સેટેલાઇટમાં આવેલી એક સોસાયટીમાં રેડ કરી હતી. પ્રીમિયમ દારૂની 96 બોટલો કબજે કરાઈ જે ઘરમાં પોલીસે રેડ કરી તે ઘર બુટલેગરે દારૂનો જથ્થો ભરી રાખવા માટે ભાડે રાખ્યું હતું. પોલીસની રેડમાં ડિલિવરી માટે રાખેલો યુવક ઝડપાયો હતો અને ફરાર બુટલેગરને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી લવાયેલી મોંઘીદાટ પ્રીમિયમ દારૂની 96 બોટલો કબજે લેવાઈ છે. બુટલેગરોના ચોક્કસ ગ્રાહકો કોણ કોણ હતા તે અંગે તપાસ તેજ કરાઈ છે. આ પણ વાંચો: સુરત: કારમાં અચાનકથી બ્લાસ્ટ થતા અંદર બેસેલા વેપારીનું ભડથું, શહેરના સચિન મગદલ્લા રોડ પર ચોંકાવનારી ઘટના 1.28 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો ઝોન-7 ડીસીપી શિવમ વર્માની એલસીબી પીએસઆઈ વાય. પી. જાડેજા અને ટીમે બાતમી આધારે આઝાદ સોસાયટી પાસે ન્યૂ અલકનંદા સોસાયટીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી કુલદીપ મહિડા (મૂળ રહે. રાજસ્થાન) ઝડપાયો હતો. ઘરમાંથી પ્રીમિયમ બ્રાન્ડની દારૂની 96 બોટલો મળી હતી. પોલીસે 1.28 લાખની મતાનો જથ્થો ઝડપી આરોપીની પૂછપરછ હાથ ધરી ત્યારે જણાયું હતું કે આ જથ્થો મૂળ રાજસ્થાનના હિમાંશુ પંડ્યા નામના બુટલેગરે લાવીને રાખ્યો હતો. આ પણ વાંચો: ટાંટિયાતોડ સર્વિસ: પોલીસ સામે દાદાગીરી કરવી ભારે પડી, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગવી પડી 18 હજારમાં ભાડેથી ઘર રાખ્યું ઉલ્લેખનીય છે કે આ મકાન 18 હજારના ભાડે દારૂનો જથ્થો સંતાડવા માટે રાખ્યું હતું. હિમાંશુ તેના નક્કી કરેલા ગ્રાહકોને જ દારૂ વેચતો હતો. દારૂની બોટલો ડિલિવરી કરવા કુલદીપને 12 હજારના પગાર પર રાખ્યો હતો. કુલદીપ દારૂની બોટલો ડિલિવરી કરવાનું કામ કરતો હોવાથી લોકોને શંકા ન જાય તે માટે આ જ ફ્લેટમાં ભાડે રહેતો હતો. ત્યારે પોલીસે ફરાર આરોપી હિમાંશુને શોધવા તજવીજ હાથ ધરી છે અને ગ્રાહકોની વિગત મેળવી તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી હિમાંશુ સામે અગાઉ પણ ગુનાઓ દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.