NEWS

આ ભાઈના ઘરની બાલકનીમાં રોજ ભરાય છે પક્ષીઓની સભા, 250થી વધુ પોપટ બને છે મહેમાન

રાજકોટના આ ભાઈ છે પોપટના સાચા મિત્ર રાજકોટ: શહેરમાં એક એવા પક્ષીપ્રેમી વસે છે, જેમના ઘરે રોજ 250થી વધુ પોપટ મુલાકાતે આવે છે. ઈન્કમટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા નવનીતભાઈ અગ્રવાલ પક્ષીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ ધરાવે છે. આજના સમયમાં જ્યારે શહેરોમાં પોપટ જોવા મળવા દુર્લભ બન્યા છે, ત્યારે તેમના ઘરે દરરોજ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ પાળીમાં પોપટોની આવન-જાવન રહે છે. નવનીતભાઈએ આ સફર એક નાનકડી શરૂઆતથી કરી હતી. તેમણે જણાવ્યું કે, “પહેલા તેમણે એક-બે મકાઈથી શરૂઆત કરી હતી, જે આજે વધીને રોજના બે કિલો સુધી પહોંચી ગઈ છે.” આ મકાઈનો લાભ માત્ર પોપટ જ નહીં, પરંતુ ખિસકોલીઓ પણ લે છે. દરરોજ સવારે સાડા છ વાગ્યાથી જ પોપટોનું આગમન શરૂ થઈ જાય છે. નવનીતભાઈ પણ વહેલી સવારે છ વાગ્યાથી અગાસીમાં મકાઈ ટીંગાડવાનું કાર્ય શરૂ કરી દે છે, જેમાં તેમને દોઢેક કલાક જેટલો સમય લાગે છે. નવનીતભાઈના મતે, આજકાલ ખેતરોમાં જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે પોપટ શહેર તરફ વળ્યા છે. તેમનું ઘર રાજકોટમાં એવું પહેલું ઘર છે જ્યાં આટલી મોટી સંખ્યામાં પોપટ નિયમિત રીતે આવે છે. તેમની બાલ્કનીમાં આખો દિવસ 7-8 પોપટ તો કાયમી મહેમાન તરીકે હાજર રહે છે. પક્ષીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ નવો નથી. પહેલા જ્યારે તેઓ ક્વાટર્સમાં રહેતા હતા, ત્યારે પણ 7-8 મોર નિયમિત રીતે તેમને ત્યાં આવતા, જેમને તેઓ ચણ નાખતા હતા. નવનીતભાઈનું માનવું છે કે, “પક્ષીઓ આપણો સંદેશો સીધો ભગવાન સુધી પહોંચાડે છે.” આજે તેમના ઘરે માત્ર પોપટ જ નહીં, પરંતુ ખિસકોલીઓની પણ સૌથી વધુ અવરજવર જોવા મળે છે. આમ, શહેરી વિસ્તારમાં જ્યારે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે નવનીતભાઈ જેવા પક્ષીપ્રેમીઓના પ્રયત્નો પ્રશંસનીય છે, જેઓ આ મૂક પ્રાણીઓની સંભાળ લઈ રહ્યા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.