NEWS

'તેનો સામનો કરવો ખરાબ સ્વપ્ન સમાન,' જસ્ટિન લેંગરને ક્યાં ભારતીય બોલરનો લાગે છે ડર?

ઓસ્ટ્રેલિયન દિગ્ગજે ખુદ પોતાની ટીમને ડરાવી નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ જસ્ટિન લેંગરે જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. તેઓએ બુમરાહની તુલના પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર વસીમ અકરમ સાથે કરી છે. તેણે બુમરાહના વખાણ કરતા કહ્યું કે, ‘તેનો સામનો કરવો એ ખરાબ સ્વપ્ન સમાન છે. તે જમણાં હાથના વસીમ અકરમ છે.’ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ હાલ શાનદાર ફોર્મમાં છે. તે અત્યાર સુધી સૌથી વધુ 21 વિકેટ સાથે ટોપ પર છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 25.14નો રહ્યો છે. જે બાકીના બોલર્સ કરતા શ્રેષ્ઠ કહી શકાય. જસ્ટિન લેંગરે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ થવાથી પહેલા પ્રેસ સાથે વાત કરતા કહ્યું, ‘મને તેનો સામનો કરવો બિલકુલ પસંદ નથી. તે વસીમ અકરમની જેમ છે. મારા માટે તે જમણા હાથના વસીમ અકરમ છે. દરેક વખતે જ્યારે મને પૂછવામાં આવે છે કે તમે અત્યાર સુધીમાં સૌથી સારા ક્યા બોલરનો સામનો કર્યો છે, તો હું કહું છું - વસીમ અકરમ.’ આ પણ વાંચો : મને હાર્ટ એટેક આવી ગયો હોત.. સંન્યાસ બાદ પોતાની કોલ હિસ્ટ્રીની તસવીર શેર કરી આ શું કહ્યું આર અશ્વિને? જસ્ટિન લેંગરે બુમરાહના વખાણ કરતા આગળ કહ્યું, ‘તેની પાસે એક સારી ગતિ છે અને મહાન બોલર એક જ જગ્યાએ બોલ ફેંકે છે. તેની પાસે એક સારો બાઉન્સર છે. એટલા માટે આ તેને એક ભયાનક ખરાબ સ્વપ્ન જેવો બનાવે છે. તેની પાસે બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ક્ષમતા છે. તેની સીમ હકીકતમાં એકદમ યોગ્ય છે. જો તમે એક યોગ્ય સીમ રજૂ કરો છો અને તે આંગળીઓમાંથી બિલકુલ યોગ્ય રીતે નીકળે છે. જેમ કે તેનો સાથ હોય તો તમને ચોક્કસ સફળતા મળે છે. અકરમ એ જ કરતા હતા તેનો સામનો કરવો એક ખરાબ સ્વપ્ન સમાન હતું.’ લેંગરે આગળ કહ્યું, ‘મને બુમરાહનો સામનો કરવો બિલકુલ પસંદ નથી. તે એક શાનદાર કોમ્પિટિટર છે. તે સારી ગતિથી બોલિંગ કરે છે અને તે કમાલના છે. મેં સિરીઝની શરૂઆતમાં કહ્યું હતું કે, જો બુમરાહ ફિટ રહે છે તો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માટે આ ગરમી મુશ્કેલ પડશે. જો તે ફિટ ન રહે તો ઓસ્ટ્રેલિયા સરળતાથી સિરીઝ જીતી જશે અને હું હજુ પણ એવું જ માનું છું.’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.