NEWS

નવા વર્ષેથી Amazon Prime મેમ્બરશિપના નિયમમાં થશે મોટા ફેરફાર, શું મોંઘો થશે પ્લાન?

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ પડશે મોંઘી? નવી દિલ્હી : તમે ફિલ્મો અને વેબ સિરીઝના શોખીન છો તો, તમારી પાસે પ્રાઇમ વીડિયોની મેમ્બરશિપ જરૂર હશે. જો હા તો, તમારા માટે મહત્વના સમાચાર છે. એમેઝોન આગામી વર્ષે મેમ્બરશિપના નિયમોમાં કેટલાક ફેરફાર કરનાર છે. હવે તમારા મગજમાં એ વાત જરૂર આવી હશે કે, શું એમેઝોન મેમ્બરશિપની કિંમત વધશે? આવો જાણીએ કે, એમેઝોન આખરે શું યોજના બનાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર એમેઝોન ભારતમાં પોતાની પ્રાઇમ મેમ્બરશિપ શરતોમાં ફેરફાર કરી રહ્યું છે. એક સમયે એક જ એકાઉન્ટ પરથી કેટલું સ્ટ્રીમિંગ થઈ શકે છે, તે નિયમોમાં બદલાવ થશે. કંપની હવે ટીવીની સંખ્યા પર કેપ લગાવી શકે છે. એ વાતને તમે એવી રીતે સમજી શકો છો કે, તમે મેમ્બરશિપ પર બે કે ત્રણ ટીવી પર એમેઝોન પ્રાઇમનું સ્ટ્રીમિંગ કરી રહ્યા હોય તો હવે નવા વર્ષથી કદાચ તમે એવું નહીં કરી શકો. આ પણ વાંચો : Vivo X200 સીરિઝનો સેલ શરૂ, જાણી લો ઓફર, કિંમત અને સ્પેસિફિકેશન વિશે રિપોર્ટ અનુસાર પ્રાઇમ મેમ્બર્સ, હવે મહત્તમ બે ટીવી સાથે પાંચ ડિવાઇસ પર પ્રાઇમ વીડિયો એક્સેસ કરી શકાશે. બે થી વધુ ટીવી પર પ્રાઇમ વીડિયો જોનાર યુઝર્સને હવે ત્રીજા ટીવી પર જોવા માટે અલગથી સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. એમેઝોન હેલ્પ પેજ અનુસાર, આ ફેરફાર જાન્યુઆરી 2025થી લાગુ થશે. હાલ પ્રાઇમ મેમ્બર્સ માટે ડિવાઇસના પ્રકાર પર કોઈ પ્રતિબંધ વગર વધુમાં વધુ પાંચ ડિવાઇસ પર સ્ટ્રીમ કરી શકો છો. જણાવી દઈએ કે, Netflixએ પણ એક વર્ષ પહેલા આ પગલું લીધું હતું. કંપની, એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપમાં ઘણા પ્લાન આપે છે. મંથલી 299 રૂપિયા, ત્રિમાસિક 599 રૂપિયા અને વાર્ષિક 1499 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. તેમાં પ્રાઇમ લાઇટ જેવા કેટલાક વધુ સબ્સ્ક્રિપ્શન ઓપ્શન પણ ઉપલબ્ધ છે. જેની કિંમત 799 રૂપિયા પ્રતિ વર્ષ છે અને પ્રાઇમ શોપિંગ એડિશનની કિંમત 399 રૂપિયા વાર્ષિક છે. કંપનીએ ભલે કિંમતમાં કોઈ ફેરફાર ન કર્યા હોય. પરંતુ યુઝર્સને વધારાના ડિવાઇસ જોડવા માટે અલગથી ચૂકવણી કરવી પડશે. જો તમે ટીવી સ્ટ્રીમિંગ પર વધુ નિર્ભર છો તો તમારે પોતાનું ખિસ્સુ થોડું હળવું કરવું પડી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.