NEWS

ડેબ્યુ માટે તૈયાર છે સુપરસ્ટારનો દીકરો, પિતાની જેમ બની શકશે નંબર વન હીરો? લીડ એક્ટ્રેસની શોધ ચાલુ

નવી દિલ્હી: બોલીવુડના હીરો નંબર 1 ગોવિંદા દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. અભિનેતાએ પોતાના ડાન્સ અને અભિનયથી બધાના દિલમાં ખાસ જગ્યા બનાવી. કોમેડી જોનરની ફિલ્મો તેમની મોટા હાગે સક્સેસ રહી.જોકે, અમે અહીં સુપરસ્ટારની વાત નથી કરી રહ્યાં પરંતુ અમે તેના દીકરાની વાત કરીએ છીએ. હા, તમે તે સાચું સાંભળ્યું. ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પિંકવિલાના અહેવાલ મુજબ, યશવર્ધન એક લવ સ્ટોરીમાં કામ કરવા જઈ રહ્યો છે જેનું નિર્દેશન એવોર્ડ વિજેતા નિર્દેશક સાઈ રાજેશ કરશે. શું હશે ફિલ્મની વાર્તા? પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા અહેવાલમાં જણાવાયું છે કે, “આ ફિલ્મ એક ખાસ લવ સ્ટોરી હશે, આ ફિલ્મથી યશવર્ધન આહુજા ડેબ્યૂ કરશે. યશવર્ધને આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેની મહેનતના કારણે તેને આ રોલ મળ્યો. આ ફિલ્મ સાઈ રાજેશ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે અને મધુ મન્ટેના, અલ્લુ અરવિંદ અને એસકેએન ફિલ્મ્સ દ્વારા નિર્મિત કરવામાં આવશે. આ પણ વાંચો; ‘દે દે પ્યાર દે 2’ ની નવી રિલીઝ ડેટ જાહેર, અજય દેવગણ અને રકુલપ્રીત સિંહની ફિલ્મ હવે આ દિવસે રિલીઝ થશે કઈ અભિનેત્રી હશે લીડ રોલમાં? ફિમેલ લીડ વિશે વાત કરીએ તો મેકર્સ યશવર્ધનની સામે નવો ચહેરો લાવવા માંગે છે. આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશ છાબરાને 14 હજારથી વધુ ઓડિશન ક્લિપ્સ મળી છે. એક્ટ્રેસ લીડ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં શરૂ થશે. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે યશવર્ધન આહુજાનો જન્મ 1 માર્ચ 1997ના રોજ મુંબઈમાં થયો હતો. તે ગોવિંદા અને સુનીતાનું બીજું સંતાન છે. યશવર્ધનને ટીના આહુજા નામની મોટી બહેન છે. તેણે કિક 2, ઢીશૂમ અને તડપ જેવી ફિલ્મોમાં નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે. યશવર્ધને લંડનની મેટ ફિલ્મ સ્કૂલમાંથી એક વર્ષનો ફિલ્મ મેકિંગ અને એક્ટિંગ કોર્સ કર્યો છે. હાલમાં તેની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહે છે કે તે તેના પિતા જેવું સ્થાન બનાવી શકશે કે નહીં? None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.