NEWS

ચેતજો! તમારી આ એક ભૂલના કારણે બોમ્બની જેમ ફાટશે પ્રેશર કુકર, રસોઈ કરતી વખતે ખાસ ચેક કરજો આટલી વસ્તુઓ

કુકરનો ઉપયોગ કરતી વખતે જણાવેલી સૂચનાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. Tips To Use Pressure Cooker: પ્રેશર કુકરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં રસોઈ કરવા માટે થાય છે કારણ કે તેમાં રસોઈ જલ્દી બને છે અને ગેસ પણ બચે છે. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. તમે પણ એવા સમાચાર વાંચ્યા હશે કે રસોઈ કરતી વખતે કુકર ફાટવાની દુર્ઘટના ઘટી, તેથી કુકરનો ઉપયોગ કરતી વખતે જણાવેલી સૂચનાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમાં રસોઈ કરતી વખતે તેને સંપૂર્ણ રીતે ન ભરો અને પાણીની માત્રા યોગ્ય રાખો. ચાલો જાણીએ તમારે કઈ સેફ્ટી ટિપ્સ ફોલો કરવી જોઈએ. ભાત, પાસ્તા કે દાળ જેવી વસ્તુઓને કુકરમાં અડધાથી વધારે ન નાખો કારણ કે વધારે ભરવાથી તેમાં પ્રેશર વધી જાય છે. કુકરને મીડીયમ આંચ પર રાખો અને ફ્લેમને હાઈ રાખવાનું ટાળો. કુકરની રબરની રીંગ ખરાબ થઈ ગઈ હોય તો તેને તરત જ બદલી નાખો કારણ કે ખરાબ રબરના કારણે પ્રેશર બરાબર નહીં બને. કુકરને સાફ કરતી વખતે તેની સીટી અને અન્ય ભાગને બ્રશથી સારી રીતે સાફ કરો. કુકરની સીટીમાં જો ખોરાક ફસાયેલો હોય તો તેને પાણીમાં પલાળીને સાફ કરવી જરૂરી છે. આ પણ વાંચો: Super food: દૂધને ડબલ પાવરફુલ બનાવવુ હોય તો નાખી દો આ સફેદ વસ્તુ, ઘડપણ સુધી લોખંડ જેવા મજબૂત રહેશે હાડકા કુકરનું ઢાંકણ બંધ કરતા પહેલા ચેક કરો કે બધા ભાગ બરાબર રીતે ફીટ હોય. ખોટી રીતે બંધ કરેલું ઢાંકણ પ્રેશર લીકેજનું કારણ બની શકે છે. આ સિવાય કુકરમાં વધારે તેલ કે મસાલા નાખવાથી તે બ્લોકેજ પેદા કરી શકે છે. તેવામાં કુકરમાં પાણીની માત્રા વધારે કે ઓછી ન હોવી જોઈએ. પાણી ઓછું હશે તો વરાળ વધારે બનશે, જેથી કુકર ફાટવાનું જોખમ વધી શકે છે. જો કુકર ફાટવાની સ્થિતિ પેદા થાય તો સૌથી પહેલા ગેસ બંધ કરી દો અને તરત જ કુકરથી દૂર હટી જાઓ. ગભરાશો નહીં અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરો. કુકરનો ઉપયોગ કરતી વખતે સૂચનાઓનું પાલન કરવું અને નિયમિત તપાસ જરૂરી છે. તેનાથી કુકરની લાઈફ વધશે અને સાથે તમારા તથા તમારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત થશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.