NEWS

VIDEO: 'હમ સાથ-સાથ હૈ',ઐશ્વર્યા-અભિષેક હાથ પકડીને જોવા મળ્યા, સસરા અમિતાભ સાથે વહુએ કરી ઘણી વાતો

નવી દિલ્હી: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધુ બરાબર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને વચ્ચે અણબનાવના સમાચારો ચર્ચામાં હતા. અટકળો છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ બંનેએ આ અફવાઓ પર ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, અમિતાભ બચ્ચન ક્યારેક તેમની ક્રિપ્ટિક પોસ્ટ્સથી સોશિયલ મીડિયા યુઝર્સની ચિંતામાં વધારો કરતા તો અને ક્યારેક પરિવારમાં બધું બરાબર છે તેવો ઈશારો આપતા. પરંતુ, હાલમાં જ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને તેમના અણબનાવના સમાચારોને વિરામ આપી દીધો જ્યારે કપલ મુંબઈમાં તેમની પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં સાથે જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અભિષેક ઐશ્વર્યા પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે. ત્રણેય એક સાથે સ્કૂલમાં પ્રવેશતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં અભિષેક અને ઐશ્વર્યાનું બોન્ડ ખૂબ જ સારું લાગે છે. બંને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા છે. જેનાથી ચાહકોના દિલને ઘણી રાહત મળી છે. આ પણ વાંચો; ‘કોઈએ મને મોટી રમતમાં ફ્સાવ્યો…’ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાએ બિઝનેસ રાઈવલ પર લગાવ્યો આરોપ છૂટાછેડાની અફવાઓ પર પુર્ણવિરામ મુક્યું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને એકસાથે એન્ટ્રી કરીને છૂટાછેડાની અફવાઓ પર પુર્ણવિરામ મૂકીને હેટર્સને ચૂપ કરાવી દીધા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને એકસાથે ખૂબ જ ખુશ છે. લાંબા સમય બાદ બચ્ચન પરિવાર જોવા મળ્યો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ફંક્શનનો ભાગ બન્યા હતા. સસરા જેવા જ કારમાંથી નીચે ઉતરીને અંદર જાય છે. તો ત્રણેય એકસાથે હસતા જોવા મળે છે. ઐશ્વર્યા તેનો હાથ પકડીને અંદર લઈ જાય છે. અલગથી આવ્યા, પણ સાથે પાછા ફર્યા આ દરમિયાન ઐશ્વર્યા બ્લેક સૂટમાં જોવા મળી હતી. તેણીએ સૂટ સાથે ફૂલ પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો હતો. તેણે પોતાના લુકને લાઉડ રેડ લિપસ્ટિકથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિષેક બચ્ચન બ્લેક હૂડીમાં જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચન ગ્રે કલરનું જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. જો કે, ઐશ્વર્યા તેની કારમાં અલગથી આવી હતી, પરંતુ સાથે પાછા ફર્યા હતા. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.