ઓસ્કરના ટોપ 15 લિસ્ટમાંથી બહાર થઈ 'લાપતા લેડીઝ'. નવી દિલ્હી: આમિર ખાનની મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કર 2025ની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. શોર્ટલિસ્ટ થયેલી 15 ફિલ્મોમાં આ ફિલ્મને કોઈ પણ જગ્યા નથી મળી. આ મામલે ભારતીય-અમેરિકન ગ્રૈમી એવોર્ડ વિનર મ્યૂઝિક કંપોઝર રિકી કેજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રિએક્ટ કર્યું હતું. તેમનું કહેવું છે કે આ ખોટી ફિલ્મને સિલેક્ટ કરવામાં આવી છે અને આ કારણે ફિલ્મ ઓસ્કરની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રિકી કેજનું કહેવું છે કે ‘લાપતા લેડીઝ’ને ઓસ્કર એવોર્ડની રેસમાંથી બહાર થઈ જશે તે નક્કી હતું. તેમણે લખ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. ‘એકેડમી ઓસ્કારની શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવી છે. ‘લાપતા લેડીઝ’ ફિલ્મ ખૂબ સારી રીતે બનાવવામાં આવેલી મનોરંજક ફિલ્મ છે (મને આ ફિલ્મ ગમી), પરંતુ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મને બેસ્ટ કેટેગરી માટે ભારતના પ્રતિનિધિત્વ કરવા મુદ્દે આ ફિલ્મનું સિલેક્શન બિલકુલ ખોટું છે. ‘લાપતા લેડીઝ’ને લઈને શું કહ્યું રિકી કેજે? તેમણે આગળ લખ્યું કે જેવી રીતે મને પણ આશા હતી કે આ (‘લાપતા લેડિઝ’) ફિલ્મ રેસમાંથી બહાર થશે. આપણને ક્યારે અનુભવ થશે કે આપણે દર વર્ષે ખોટી ફિલ્મો ઓસ્કર માટે મોકલી રહ્યા છીએ? આટલી સારી ફિલ્મો બનાવવામાં આવી રહી છે કે આપણે દર વર્ષે ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીતવો જોઈએ. જોકે દુર્ભાગ્યથી આપણે મેનસ્ટ્રીમ બોલીવૂડના પ્રવાહમાં રહ્યા છીએ. જ્યાં આપણને મનોરંજક લાગે તેવી ફિલ્મોથી આગળ નથી જોઈ જ નથી શકતા. So, the @TheAcademy Oscars shortlist is out. #LaapataaLadies is a very well made, entertaining movie (I enjoyed it), but was absolutely the wrong choice to represent India for the best #InternationalFeatureFilm category. As expected, it lost. When are we going to realize.. year… pic.twitter.com/iWGpSXY1KD સારી ફિલ્મોની શોધ કરવી જોઈએ રિકી કેજે કહ્યું કે આપણને કેવી ફિલ્મોનું સિલેક્શન કરવું જોઈએ. જેમાં તેમણે લખ્યું કે ‘આપણે માત્ર એ ફિલ્મ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોની શોધ કરવી જોઈએ, જે પોતાની કળા સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા. આ ફિલ્મો ઓછા બજેટમાં બની હોય કે મોટા બજેટમાં બની હોય. આ ફિલ્મમાં સ્ટાર હોય કે ન હોય, બસ આ ફિલ્મમાં સારી અને કલાત્મક ફિલ્મ હોવી જોઈએ. અહીં ‘લાપતા લેડીઝ’નું પોસ્ટર છે અને મને ખાતરી છે કે એકેડમીના વોટ કરનારા લોકોએ આ ફિલ્મના પોસ્ટરને જોઈને ફિલ્મને આ રેસમાંથી બહાર કરી હશે.’ આ પણ વાંચો : આ નાનકડી છોકરી છે દેશની બીજી અમીર એક્ટ્રેસ, મિસ વર્લ્ડ પર કરી ચૂકી છે રાજ, જાણો કોણ છે આ સુંદરી? ટોપ 15ના લિસ્ટમાંથી બહાર થઈ ‘લાપતા લેડીઝ’ તમને જણાવી દઈએ કે ‘લાપતા લેડીઝ’ના નિર્દેશન કિરણ રાવે કર્યું છે. થોડા સમય પહેલા જ તેને એકેડેમી એવોર્ડ્સની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે તે આગળના રાઉન્ડમાં 15 ફિલ્મોમાં પણ સ્થાન મેળવી શકી ન હતી. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) એ ફિલ્મની બહાર નીકળવાની જાહેરાત કરી છે. None
Popular Tags:
Share This Post:
What’s New
તમને ખબર છે કે કેવી રીતે ઉજવાય છે નાતાલ? ફાધરે જણાવી ઉજવણીની સાચી રીત
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચકાયા, 71 હજાર મણ આવક નોંધાઈ
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
મોંઘવારી તો જુઓ સાહેબ! રેસ્ટોરન્ટમાં એક પ્લેટ ખાવા માટે આપવા પડે છે નોટોના બંડલના બંડલ!
NEWS
- by Sarkai Info
- December 20, 2024
WTC Final: જો પાકિસ્તાન સાથ આપે તો, WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર હશે ભારત, જાણો કઈ રીતે?
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Oscar 2025: હજુ પણ આશા છે! ગુનીત મોંગાની 'અનુજા' ઓસ્કારમાં થઈ શોર્ટલિસ્ટ
- December 20, 2024