NEWS

Tips: મોંઘા શર્ટ પર ઇંકના ડાઘ પડી ગયા છે? કરો આ દેશી જુગાડ, ચપટી વગાડતા જ નિશાન છૂમંતર થઇ જશે

કપડાં પર લાગેલા ઇંકના ડાઘ હટાવવાના નુસખા How to clean ink on clothes: ઘણીવાર એવું બને છે કે બાળકો સ્કૂલ તો ચકાચક ક્લીન સ્કૂલ ડ્રેસ પહેરીને જાય છે, પરંતુ જ્યારે ઘરે આવે છે તો શર્ટ, પેન્ટ પર પેન કે ઇંકના ડાઘ પડેલા દેખાય છે. તમારા પતિ પણ ઓફિસથી આવે તો ઘણીવાર શર્ટ પર ઇંકના છાંટા દેખાય છે. કપડાં પર પેનના ડાઘ એકવાર લાગી જાય તો ખાલી શર્ટ, પેન્ટ નહીં ઘણીવાર તો મોંઘા ડ્રેસ પણ ખરાબ થઇ જાય છે. ગમે તે કરવા છતાં પણ આ ડાઘ દૂર નથી થતાં. ખાસ કરીને ઇંકના ડાઘ પડી જાય તો શક્ય હોય તેટલું જલ્દી તેને હટાવવાનો પ્રયાસ કરશો, એટલા જ તે સાફ થઇ જશે. ચાલો તમને જણાવીએ કે તમે મોંઘા ડ્રેસ પર પડેલા ઇંકના ડાઘને હટાવવા માટે કયા ઉપાય અજમાવી શકો છો. કપડાં પર લાગેલા ઇંકના ડાઘ હટાવવાના નુસખા (how to clean ink on Shirts) જો તમારા કોઇપણ શર્ટ, સૂટ, સાડી કે કુર્તા પર ઇંકના નિશાન પડી ગયા હોય તો તે જ સમયે આ ઘરગથ્થુ નુસખા ટ્રાય કરો. વધારે મોડુ કરશો તો આ ડાઘ સંપૂર્ણ રીતે સાફ નહીં થાય. ખાસ કરીને વધારે ઇંકના છાંટા પડ્યા હોય તો પછી આ કામ વધારે મુશ્કેલ થઇ જાય છે. બે-ત્રણ છાંટાના ડાઘ પડ્યા હોય તો તમે તેને ઘણી હદ સુધી હટાવી શકો છો. જ્યારે પણ કપડાં પર ઇંક લાગે તો તેને ઘસીને સાફ કરવાની ભૂલ ન કરો. તેનાથી ડાઘ વધારે ફેલાઇ જશે. વધારે ઘસવાથી કપડું ફેડ પણ થઇ જશે. આ પણ વાંચો: કચરો સમજીને ફેંકતા નહીં! આટલા કામની છે સંતરાની છાલ, સ્કિનથી લઇને વાળ માટે ફાયદાકારક; જાણો ઉપયોગ કરવાની રીત જે જગ્યાએ ઇંક લાગી હોય ત્યાં તમે ટૂથપેસ્ટ લગાવી શકો છો. તેના માટે તમે જેલ ટૂથપેસ્ટ યુઝ ન કરો. થોડી ટૂથપેસ્ટ જ્યાં ઇંક લાગી છે ત્યાં લગાવો. થોડીવાર ટૂથપેસ્ટ લાગેલી રહેવા દો જેથી તે સુકાઇ જાય. હવે સર્ફ લગાવીને કપડાંને સાફ કરી લો. આ પ્રક્રિયાને તમારે બેથી ત્રણ વાર કરવી પડશે. તેનાથી ડાઘ સાફ થઇ જશે. જો તમે આલ્કોહોલનું સેવન કરો છો અને થોડું વધ્યુ હોય તો તમે તેનાથી પણ ઇંકના ડાઘને કપડાં પરથી હટાવી શકો છો. તેના માટે તમે આલ્કોહોલમાં કોટનનો એક ટુકડો ડુબાડો અને તેને ઇંક લાગેલી જગ્યાએ ધીમે-ધીમે ઘસો. 5 મિનિટ આવું કરો, ડાઘ થોડો હળવો પડી જશે. બેથી ત્રણવાર આ પ્રક્રિયાને રિપીટ કરશો તો ડાઘ સંપૂર્ણ રીતે ગાયબ થઇ જશે. દૂધ તો દરેક ઘરમાં હોય જ છે. શું તમે જાણો છો કે દૂધ પણ ઇંકના નિશાનને હળવા કરી શકે છે? એકવાર આ નુસખો ટ્રાય કરી જુઓ. તેના માટે એક જગમાં થોડું દૂધ નાખો અને તેમાં ઇંક લાગેલા કપડાનો ભાગ ડુબાડીને આખી રાત રહેવા દો. સવારે તમે તેને સાફ કરો. તમને ડાઘ ખૂબ જ લાઇટ દેખાશે. આ પ્રોસેસ બેથી ત્રણ વાર કરો. તમારા ઘરમાં ડેટોલ હોય તો તેમાં કોટન ડુબાડીને કપડા પર ઘસવાથી પણ ડાઘ દૂર થઇ જશે. આ સિવાય, ટામેટું સમારી લો અને તેના પર થોડું મીઠું નાખો. તેને ડાઘ લાગેલા ભાગ પર હળવા હાથે ઘસો. ડાઘ હળવો પડી જશે. આ પણ વાંચો: વેટ લોસ સાથે લાંબા વાળ અને ગ્લોઇંગ સ્કિન જોઈએ છે? ડાયટમાં સામેલ કરી લો ગોળ સાથે આ પીળી વસ્તુ, થશે અઢળક ફાયદા એક વાટકીમાં એક ચમચી લીંબુનો રસ લો. તેમાં થોડું મીઠું નાખીને મિક્સ કરો. આ લિક્વિડમાં ટૂથબ્રશ ડુબાડીને તેને ઇંક લાગેલા ભાગ પર હળવા હાથે ઘસો. હવે સર્ફ લગાવીને કપડું ધોઇ લો. બેકિંગ સોડા ઘણા પ્રકારના ઘરગથ્થુ નુસખામાં કામ આવે છે. તેનાથી તમે ઇંકના ડાઘને પણ હટાવી શકો છો. થોડા પાણીમાં બેકિંગ સોડા નાખીને મિક્સ કરો. તેને કોટન બોલની મદદથી કપડાં પર લગાવો અને ઘસો. ઇંકના નિશાન દૂર થઇ જશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.