NEWS

IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત

IND vs BAN T20 1st match : ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની પહેલી મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમમાં રમાઈ રહી છે. આ મેદાન પર પહેલીવાર કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ્ટ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બાંગ્લાદેશને 128 રને રોકી દીધુ હતુ. જવાબમાં ભારતીય ટીમે 3 ગુમાવી જીત નોંધાવી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ હાલ પોતાના હોમગ્રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે 3 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. જેની પહેલી મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઘાતક બોલિંગ અને બેટિંગના જોરે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ પણ વાંચો : IND vs BAN : અર્શદીપ સિંહનું મોટું કારનામું, આ મામલે કરી ઓસ્ટ્રેલિયન બોલરની બરાબરી ભારતીય ટીમ તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 29 રન અને સંજુ સેમસને 19 બોલમાં 29 રન બનાવ્યાં હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 39 અને ડેબ્યૂ મેચ રમી રહેલા નીતિશ રેડ્ડીએ 15 બોલમાં 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ માટે કોઈપણ બોલર પોતાની છાપ છોડી શક્યું નહોતું. મુસ્તાફિઝુર રમહેમાન અને હસન મિરાજને 1-1 સફળતા મળી હતી. બાંગ્લાદેશે 127 રન બનાવ્યાં મેચમાં પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 127 રનમાં સંકેલાઈ ગઈ હતી. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી બાંગ્લદેશને 127 રને રોકી દીધું હતુ. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આશરે ત્રણ વર્ષ બાદ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા સ્પિનર ચક્રવર્તીએ પણ 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેથી બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર, મયંક યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ એક એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે અણનમ 35 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન નજમુલ હુસૈન શાંતો 20 રનનો આંકડો પાર કરી શક્યો હતો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.