NEWS

યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે ખાલી 21 દિવસ ખાઓ આદુ, સાંધાનો દુખાવો થઇ જશે છૂમંતર; આ રીતે કરો સેવન

આદુના સેવનથી યુરિક એસિડને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. Uric Acid: યુરિક એસિડના દર્દીઓ શિયાળામાં સમસ્યાઓથી ટ્રસ્ટ થઈ જાય છે. શિયાળામાં યુરિક એસિડનું સ્તર વધવાના કારણે હાથ અને પગના સાંધાના દુખાવામાં વધારો થાય છે. યુરિક એસિડ વધવાથી તેના ક્રિસ્ટલ્સ સાંધામાં જમા થવા લાગે છે અને તે સાંધાના દુખાવાનું કારણ બને છે. જણાવી દઈએ કે, હાઈ યુરિક એસિડની સમસ્યા પ્યુરિનથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી થાય છે. રેડ મીટ, કેટલીક દાળો, બિયર અને આલ્કોહોલના સેવનથી બોડીમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે. યુરિક એસિડ વધવાથી હાથ અને પગના સાંધા દુખવા લાગે છે અને સાંધામાં દુખાવો થાય છે. જે લોકોના શરીરમાં યુરિક એસિડ 7 mg/dlની સપાટી વટાવી જાય છે, તેમને સાંધાનો દુખાવો ખૂબ જ હેરાન કરે છે. લાંબા સમય સુધી યુરિક એસિડનો ઈલાજ કરવામાં ન આવે તો ગાઉટનું જોખમ વધી જાય છે. જે લોકોનું યુરિક એસિડ હાઈ રહે છે, તેમણે દરરોજ રસોડામાં રહેલા કેટલાક મસાલાઓનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેમ કે આદુના સેવનથી યુરિક એસિડને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આદુનું સેવન અજમા સાથે મિક્સ કરીને કરવામાં આવે તો તેના લાભ બમણા થઈ જાય છે. આદુ અને અજમો બંને યુરિક એસિડને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. ત્યારે એક્સપર્ટ્સ પાસેથી જાણીશું કે યુરિક એસિડ કંટ્રોલ કરવામાં આદુનું સેવન કેવી રીતે અસરકારક નીવડે છે. આ પણ વાંચો: માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! પાણીમાં આ વસ્તુ ઉકાળીને લગાવો, એક-એક વાળ કાળો ભમ્મર થઇ જશે આદુ કેવી રીતે કંટ્રોલ કરે છે યુરિક એસિડ? દરરોજ આદુવાળી ચા પીવાથી યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ મળી શકે છે. આદુ એક એવો મસાલો છે, જેમાં એન્ટિસેપ્ટિક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને હીલિંગ ગુણો રહેલા હોય છે. જે સાંધાના દુખાવાને દૂર કરે છે. આ ઉપરાંત આદુમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ અને મિનરલ્સ નેચરલી ઇન્ફ્લેમેશન કંટ્રોલ કરે છે અને સાંધાના દુખાવાને અને શરીરના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. અજમો કેવી રીતે કંટ્રોલ કરે છે યુરિક એસિડ? અજમો પણ આદુની જેમ જ યુરિક એસિડ કંટ્રોલ કરી શકે છે. આ મસાલો શરીરનું મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. તેમજ કિડનીની હેલ્થ સુધારે છે. જેનાથી યુરિક એસિડના ઉત્સર્જનમાં મદદ મળે છે. કરો આદુ અને અજમાનું સેવન યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે આદુ અને અજમાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એક ચમચી અજમો અને એક ચમચી છીણેલું આદુ લો. આ બંનેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આ પાણી બળીને ચોથા ભાગનું થઈ જાય. ત્યારબાદ આ પાણીને ઠંડુ થવા દો અને હૂંફાળું હોય ત્યારે તેનું સેવન કરો. આ પાણીને દિવસમાં બે વખત પીવો. આ પણ વાંચો: Money Plant: મની પ્લાન્ટના પાન પીળા પડવા લાગ્યા છે? ફોલો કરો આ ટિપ્સ, થોડા જ દિવસમાં ફરી લીલોછમ થઇ જશે છોડ અડધું પાણી સવારે નાસ્તો કર્યાના અડધા કલાક બાદ અને અડધું પાણી દિનપર કર્યાના અડધા કલાક બાદ પીવો. આ પાણીનું સેવન 21 દિવસ સુધી કરવામાં આવે તો તમારા શરીરમાં યુરિક એસિડનું લેવલ નોર્મલ થઈ જશે. આ પાણીને પીધા બાદ સાંધાના દુખાવામાં અને સોજાથી રાહત મળશે. સાથે જ ગાઉટના લક્ષણો પણ કંટ્રોલ થશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.