NEWS

કાલનો દિવસ જોઈને નીકળજો: ગુજરાતના મોટા ભાગના શહેરોમાં થઈ શકે છે ટ્રાફિક જામ, જાણો શું છે કારણ

ગાંધીનગર: રાજ્યમાં ટ્રાફિકને દૂર કરતા ટીઆરબી જવાનો હડતાળ પર ઉતરવાના છે. ટીઆરબી જવાનોને હાલ દિવસના 300 રૂપિયા આપવામાં આવે છે. જેને લઈને ટીઆરબી જવાનોએ દિવસના 500 રૂપિયાની માંગ કરી છે. આ માંગ સાથે તેઓ હડતાળ પર ઉતરી રહ્યા છે. જેથી આવતીકાલે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ શકે છે. ટીઆરબી એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન જવાનો આવતીકાલે સોમવારથી હડતાળ પર ઉતરશે. હડતાળનું મુખ્ય કારણ ટીઆરબી જવાનોએ રોજના મળતા પગારનો વધારો કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ છે. હાલ તેમને રૂ.300 દૈનિક ચૂકવવામાં આવે છે, પરંતુ જવાનોને રૂ.500નો પગાર આપવાની માંગ છે. જેથી રાજ્યના દરેક જિલ્લાઓમાં કાલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ તેવી શક્યતા છે. આ પણ વાંચો: દિવાળી પહેલા ગુજરાત સરકારે આપી મોટી ખુશખબર: ફિક્સ પગારના કર્મચારીઓને આ લાભ મળશે આ હડતાળમાં રાજ્યભરના 6,000થી વધુ ટીઆરબી જવાનો જોડાશે, જેમાં અમદાવાદના 1,600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર આપશે. આ પણ વાંચો: ગુજરાત ATSની ટીમને મળી મોટી સફળતા, 1814 કરોડના ડ્રગ્સનો આ રીતે કર્યો પર્દાફાશ, જાણો આખો મામલો સૂત્રોનું માનીએ તો ટીઆરબી જવાનોની મુખ્ય માંગ પગારમાં વધારો કરવાનો છે. હાલ તેઓને રોજના માત્ર રૂ.300નો વેતન મળતો હોવાનો દાવો છે. જેની સામે તેઓ રૂ.500નો પગાર માંગી રહ્યા છે. ટીઆરબી જવાનોનું આ આંદોલન લાંબા સમયથી ચાલી રહેલી પેન્ડિંગ માંગણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આંદોલનને કારણે રાજ્યભરના મોટા શહેરોમાં, ખાસ કરીને અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા પર સીધી અસર પડવાની શક્યતા છે. આ પણ વાંચો: ભયંકર અકસ્માત: વડોદરામાં ક્રેન ચાલકે રાહદારીને લીધો અડફેટે, ઘટના સ્થળે જ…. ઉલ્લેખનીય છે કે, ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક પોઇન્ટ્સ પર ફરજ બજાવવાનું બંધ કરવાથી રાજ્યના મુખ્ય માર્ગો અને શહેરોમાં ટ્રાફિક જામની શક્યતા વધી જશે. જો કે, હડતાળના પગલે સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક વિભાગ આ મુદ્દે શું પગલાં લેશે તે જોવું રહ્યું. રાજ્યભરના ટીઆરબી જવાનોની આ હડતાળ સરકાર માટે મોટી પડકારરૂપ સિદ્ધ થશે અને આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.