NEWS

99 રૂપિયાના પ્રાઈસ બેન્ડવાળો IPO થઈ ગયો ઓપન, 8 ઓક્ટોબર સુધી લગાવી શકાશે દાવ

31 વર્ષ જૂની દિગ્ગજ કંપનીનો IPO થઈ ગયો ઓપન નવી દિલ્હીઃ આ દિવસોમાં શેરબજારમાં કંપનીઓ ધડાધડ તેમના આઈપીઓ લોન્ચ કરી રહી છે. આ કડીમાં એક અન્ય કંપની ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સે આઈપીઓ લોન્ચ કર્યો છે. ગત શુક્રવારે આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. આ આઈપીઓને પહેલા દિવસે લગભગ 3 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. રિટેલ હિસ્સાને 4.01 ગણો સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે અને એનઆઈઆઈના હિસ્સાને 1.66 ગણી બિડ્સ મળી છે. જાણકારી અનુસાર, રોકાણકારો 8 ઓક્ટોબર સુધી આઈપીઓમાં રૂપિયા લગાવી શકશે. આવો આઈપીઓ વિશે વિગતમાં જાણીએ. ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ આઈપીઓ માટે પ્રતિ શેર 99 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે, જેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. એક લોટમાં 1200 શેર છે. તેનો અર્થ છે કે, રોકાણકારોએ ઓછામાંઓછા એક લોટ માટે અરજી કરવી પડશે. જેના માટે 1,18,800 રૂપિયા લગાવવા જરૂરી છે. આ પણ વાંચોઃ પ્રોપર્ટી ખરીદતા પહેલા આ 5 બાબતો જરૂર તપાસી લેજો, નહીં તો રૂપિયા અને મિલકત બંને હાથમાંથી જશે 1993માં અસ્તિત્વમાં આવેલી ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડને પહેલા ખ્યાતિ એડવાઈઝરી સર્વિસિઝ લિમિટેડના નામથી ઓળખવામાં આવતી હતી. આ કંપની ખાદ્ય અને ગેર ખાદ્ય, ઘરેલૂ સામાન સહિત અલગ-અલગ FMCG વસ્તુઓના નિકાસ અને રીપેકેજિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત કંપની ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વેપારમાં પણ સામેલ છે. આ પણ વાંચોઃ ઘટતા માર્કેટમાં નુકસાનથી બચવું હોય તો આ 4 શેર ખરીદી લેજો, એક્સપર્ટે આપી દમદાર રિટર્નની પૂરેપૂરી ખાતરી તેના પ્રોસ્પેક્ટ્સમાં કંપનીએ કહ્યું કે, તેને લાગે છે કે, એવી કોઈ અન્ય સૂચિબદ્ધ કંપનીઓ નથી જે તેના બિઝનેસ મોડલ, આકાર અને નાણાકીય સ્થિતિના મામને સીધી રીતે તેની સાથે તુલનાત્મક હોય. ગત નાણાકીય વર્ષ સુધી ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડનો નફો 23 ટકા અને વેચાણ 9 ટકા વધી ગયું છે. એવરેસ્ટ, પારલે જી, એમડીએચ, ફોર્ચ્યુન, આશીર્વાદ, ગોવર્ધન, બાલાજી વેફર્સ હલ્દીરામ, હિમાલયા, ડવ, કોલગેટ, યૂનિલીવર, ગોદરેઝ ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સના કેટલાક ચર્ચિત ગ્રાહક છે. બિગશેર સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓ માટે રજિસ્ટ્રાર છે. આ વચ્ચે, આર્યામાન ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ ઈશયૂના બુક રનિંગ લીડ મેનેજર છે અને આર્યામાન કેપિટલ માર્કેટ્સ લિમિટેડ તેના બજાર નિર્માતા છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.