NEWS

'ન ઝુકા હૈ ઔર ન ઝુકેગા 'પુષ્પા ભાઉ',વાઈલ્ડ ફાયર બની 'પુષ્પા 2',1500 કરોડને પાર થયું કલેક્શન

નવી દિલ્હી: સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ની કમાણીની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. આ ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર બિઝનેસ કરી રહી છે. હવે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 1500 કરોડને પાર કરી ગઈ છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ના મેકર્સે ફિલ્મના વર્લ્ડ વાઈલ્ડ કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. પુષ્પા 2ના નામથી ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જે મુજબ અલ્લુ અર્જુનની આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં 1508 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. હવે ‘પુષ્પા 2: ધ રૂલ’ ઝડપથી ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે. આ પણ વાંચો: જિંદગીના 20 વર્ષ જેની સાથે પસાર કર્યા, તે નીકળી બીજાની પત્ની! લગ્નજીવનનું રાઝ ખુલતા જ એક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. 2000 કરોડની કમાણી સાથે નંબર વન પર આમિર ખાનની ‘દંગલ’ છે. બીજા સ્થાને ‘બાહુબલી 2’ છે, જેણે 1788 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને હવે ત્રીજા સ્થાને અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ છે. 1000 કરોડની ક્લબથી એક ઇંચ દૂર ‘પુષ્પા 2: ધ રૂલ’ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મ 1000 કરોડની કમાણીથી માત્ર એક ડગલું દૂર છે. SACNILCના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 15 દિવસમાં 990.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે હિન્દી ભાષામાં જ 621.6 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને રેકોર્ડ બનાવ્યો છે. તેણે તેલુગુમાં રૂ. 295.6 કરોડ, તમિલમાં રૂ. 52.4 કરોડ, કન્નડમાં રૂ. 7.13 કરોડ અને મલયાલમમાં રૂ. 13.97 કરોડની કમાણી કરી છે. ‘પુષ્પા 2’ વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને વાર્તા પણ તેમણે લખી છે. આમાં રશ્મિકા મંદાના, ફહાદ ફાઝીલ અને જગપતિ બાબુ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.