NEWS

Navratri 2024: 'ખરાબ નજર'થી બચાવશે નવરાત્રીમાં કરેલા લવિંગના આ ઉપાય, માતા દુર્ગા બચાવશે બધા સંકટોથી

નવરાત્રીમાં જરૂર કરો લવિંગના ઉપાય! આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીમાં દેવી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી એક છે લવિંગ. નવરાત્રીમાં લવિંગનો ઉપયોગ ખુબ શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લવિંગનો ઉપયોગ તમે માતા રાણીની પૂજા અને પોતાના ઘરમાં મસાલાના રૂપમાં કરો છો એ તમને ઘણા સંકટોથી દૂર રાખી શકે છે. ભોપાલના જ્યોતિષ આચાર્ય પંડિત યોગેશ ચોરેએ જણાવ્યું કે, નવરાત્રીમાં લવિંગના કેટલાક ઉપાય કરી નજરથી બચી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો કયા છે? લવિંગના સરળ ઉપાય 1. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે તમારા ઘરના મુખ્ય દ્વાર પર લવિંગના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં એક લવિંગ પણ મૂકો. આમ કરવાથી ગૃહદોષથી મુક્તિ મળે છે અને પરેશાનીઓ પણ દૂર થાય છે. આ પણ વાંચો: Sun Transit: 17 ઓક્ટોબરે સૂર્યનું મહાગોચર! મેષ માટે શુભ તો મીન માટે અશુભ, જાણો તમામ રાશિઓ પર અસર 2. આ પવિત્ર દિવસોમાં 7 લવિંગ લો અને તેને લાલ કપડામાં લપેટી લો. આ પછી તેને ઘરની પૂર્વ દિશામાં લટકાવી દો. દશમી તિથિ પર આ પોટલીને પવિત્ર નદીમાં તરતી મૂકો. આવું કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. 3. ઘરમાં હાજર નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે નવરાત્રી દરમિયાન ઘરના ટોયલેટ અને બાથરૂમમાં 5 લવિંગ સળગાવી દો. આમ કરવાથી જો તમારા ઘર પર કોઈની ખરાબ નજર લાગી છે તો તેનાથી છુટકારો મળશે અને સકારાત્મકતા આવશે. આ પણ વાંચો: નવરાત્રીના 9 દિવસ આ રાશિઓ પર મહેરબાન રહેશે માતારાણી, બનશે બધા બગડેલા કામ; ભાગ્યનો મળશે સાથ 4. જ્યારે તમે અષ્ટમી અથવા નવમી તિથિ દરમિયાન હવન કરો છો, ત્યારે તમારે પ્રસાદ તરીકે લવિંગ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને જો તમારા ઘરમાં અરાજકતા અને સંકટનું વાતાવરણ હોય તો તે પણ દૂર થાય છે અને સુખ-શાંતિ આવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.